ખેડૂતો માટે બેહદ ફાયદાકારક છે આ સરકારી યોજના, લાભ ઉઠાવવા માટે જલ્દી જ આ રીતે કરો એપ્લાય

|

Dec 15, 2021 | 12:51 PM

આ યોજના પર નજર નાખીએ જેને ભારત સરકારએ છેલ્લા થોડા જ વર્ષમાં ખેડૂતોને લાભ પહોંચાડવા માટે શરૂ કરી છે.

ખેડૂતો માટે બેહદ ફાયદાકારક છે આ સરકારી યોજના, લાભ ઉઠાવવા માટે જલ્દી જ આ રીતે કરો એપ્લાય
File Image

Follow us on

જો આપણે ભારતના ખેડૂતોની (Farmers) વાત કરવામાં આવે તો તેઓ હંમેશા આપણા દેશનું ગૌરવ રહ્યા છે. ખેડૂતો માટે સરકાર અનેક યોજના ચલાવી રહી છે. જેનાથી ખેડૂતોને અનેક પ્રકારના ફાયદા થાય છે. તો અમુક યોજના એવી હોય છે જેનાથી ખેડૂતોની ગરીબાઈ દૂર કરે છે. આવો આ યોજના પર નજર નાખીએ જેને ભારત સરકારએ છેલ્લા થોડા જ વર્ષમાં ખેડૂતોને લાભ પહોંચાડવા માટે શરૂ કરી છે.

આવો જાણીએ 5 યોજના વિષે
પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના: (Pradhan Mantri Kisan Maan Dhan Yojana)

આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે સામાજિક અને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે અસરકારક છે.
ઉપરાંત, જેમની પાસે વૃદ્ધાવસ્થા માટે ઓછી અથવા કોઈ બચત નથી અને આજીવિકા ગુમાવવાના કિસ્સામાં આધારની જરૂર છે તેઓ તેનો લાભ લઈ શકે છે.
પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના હેઠળ ખેડૂતોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવે છે. પાત્ર નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર લઘુત્તમ નિશ્ચિત પેન્શન મળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ:(Pradhan Mantri Kisan Samman Nidhi) :

કેન્દ્ર સરકારે દેશભરના તમામ ખેડૂત પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરી છે. જેથી તેઓને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતોને આવરી લેવાની તક મળી શકે. આ યોજના હેઠળ ખેડૂતોના પરિવારોને વાર્ષિક 6000/- ત્રણ માસિક ચૂકવણીમાં આપવામાં આવે છે અને ઘણા ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (Pradhan Mantrir Fasal BimaYojana):

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામની પાક વીમા યોજના ખરીફ 2016ની સિઝનમાં શરૂ કરવામાં આવી હતી. તેનો ધ્યેય જોખમ ઘટાડવા માટે પાકને વધુ વીમા કવરેજ આપવાનો હતો. ખેડૂતોના ન્યૂનતમ પ્રીમિયમ યોગદાન સાથે સિસ્ટમ ચોક્કસ સંજોગોમાં લણણી પછીના જોખમો સહિત કૃષિ ચક્રના તમામ તબક્કાઓ માટે વીમા કવરેજ પ્રદાન કરે છે

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના: (Pradhan Mantri Krishi Sinchai Yojana):

આ યોજનાનો ઉદ્દેશ્ય ઈનપુટ ખર્ચને ઘટાડીને અને ઉત્પાદનમાં સુધારો કરતી વખતે પાણીની કાર્યક્ષમતા વધારવાનો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો ઉદ્દેશ્ય “પ્રતિ ટીપાં, વધુ પાક” ના ઉદ્દેશ્ય સાથે, ટપક અને છંટકાવ સિંચાઈ પ્રણાલી જેવી સિંચાઈ તકનીકોનો ઉપયોગ કરીને ખેતરના સ્તરે પાણીના ઉપયોગની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે.

2019-20 અને 2020-21 દરમિયાન, પ્રોજેક્ટ હેઠળ કુલ 20.39 લાખ હેક્ટરને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં લગભગ 16 લાખ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈનો લાભ લઈ રહ્યા છે.

e-NAM
ખેડૂતોને પારદર્શક અને સ્પર્ધાત્મક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ આપવાના ધ્યેય સાથે તેની શરૂઆત કરવામાં આવી છે. 18 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1000 માર્કેટપ્લેસ પહેલેથી જ e-NAM પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે.

આ વર્ષે ઘણા લોકોના વ્યવસાયની નોંધણી e-NAM પ્લેટફોર્મ પર કરવામાં આવી છે અને ખેડૂતોએ તેને દૈનિક ધોરણે ચલાવવાનું શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મથી ખેડૂતો ખૂબ જ સરળ બન્યા છે.

આ પણ વાંચો: Corona : કોરોનાથી અમેરિકા વિશ્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ થયો, મૃત્યુઆંક 8 લાખને પાર તો અત્યાર સુધીમાં 5 કરોડ કેસ નોંધાયા

આ પણ વાંચો : કરીના કપૂર ખાનની ટીમે જાહેર કર્યું નિવેદન, કહ્યું પાર્ટીમાં એક મહેમાન પહેલેથી જ હતા બીમાર

Next Article