બોગસ ડિગ્રી, બોગસ દવા અને હવે આવ્યા બોગસ છૂટાછેડા, જાણો ગુજરાતના એક શહેરનો અજીબોગરીબ કિસ્સો

અંકલેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા પતિએ ફરિયાદ નોંધાવતા પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદની વાત કરીએ તો પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના પતિ સાથે છૂટાછેડાના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. 48 વર્ષિય મહિલાએ પોતાનાથી 20 વર્ષ નાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સ્ટેમ્પ પેપર પર બોગસ નોટરી, સ્ટેમ્પ અને સહી પણ કરાવી […]

બોગસ ડિગ્રી, બોગસ દવા અને હવે આવ્યા બોગસ છૂટાછેડા, જાણો ગુજરાતના એક શહેરનો અજીબોગરીબ કિસ્સો
woman makes fake divorce certificate
| Edited By: | Updated on: Feb 06, 2019 | 10:56 AM

અંકલેશ્વરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા પતિએ ફરિયાદ નોંધાવતા પરિણીતા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છેફરિયાદની વાત કરીએ તો પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના પતિ સાથે છૂટાછેડાના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. 48 વર્ષિય મહિલાએ પોતાનાથી 20 વર્ષ નાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સ્ટેમ્પ પેપર પર બોગસ નોટરી, સ્ટેમ્પ અને સહી પણ કરાવી હોવાનું સામે આવ્યું છેજે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પરિણીતા અને પ્રેમીની ધરપકડ કરી છે.

અંકલેશ્વરના એક પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાને ફેસબુક ઉપર ૨૦ વર્ષ નાના યુવાન સાથે પ્રેમ થતા પોતાના બાળકો અને પતિને છોડી પ્રેમી પાસે જવા મહિલાએ ગુનાનો રસ્તો અપનાવ્યો જેના કારણે પરણિતા અને તેના પ્રેમી બંનેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ૪૮ વર્ષીય પરિણીતાને જયપુરના ૨૮ વર્ષીય યુવક સાથે ફેસબુક ઉપર મિત્રતા બંધાઈ હતી જે સમય જતા પ્રેમમાં પરિણમી હતી. પ્રેમી જોડાએ પરિવારના સભ્યોના નકલી દસ્તાવેજ અને સહીની મદદથી બનાવટી ડિવોર્સ ડીડ બનાવી હતી અને બોગસ દસ્તાવેજના આધાર પર બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ તેમનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે બંને ની ધરપકડ કરી હતી.

TV9 Gujarati

 

[yop_poll id=1139]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:50 am, Wed, 6 February 19