કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ, બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે મહિલાએ નોંધાવી ફરિયાદ

|

Apr 22, 2022 | 2:25 PM

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (kirti patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને બીભત્સ લખાણ લખી ધમકી આપી હતી.

કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ, બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે મહિલાએ નોંધાવી ફરિયાદ
kirti patel

Follow us on

Ahmedabad: વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (kirti patel) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને બીભત્સ લખાણ લખી ધમકી આપી હતી. અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ સુરત (Surat) અને બાદમાં સેટેલાઈટ ત્યારે હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે.

બે મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિરુદ્ધ બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. અગાઉ કર્ણાવતી ક્લબ સામે થયેલી મારામારીની ઘટનામાં કોમલ પંચાલ નામની મહિલાએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ પટેલ દ્વારા સતત તેનો બદલો લેવા માટે ત્રાસ અપાતો હતો.

કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, અગાઉ સેટેલાઈટમાં નોંધાયેલા ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યું હોવાની ચર્ચા હતી ત્યારે સમાધાન બાદ પણ તે જ ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

હાલ તો આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે કેટલી કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ કેસમાં ખરેખર કીર્તિ પટેલની ધરપકડ થાય છે કે પછી અગાઉના કેસની જેમ સમાધાન થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: MBA after 12th class: ધોરણ 12 પછી MBAમાં સીધું એડમિશન લઈ શકો છો, IIFTએ ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ કર્યો શરૂ, જાણો કેવી રીતે થશે એડમિશન

આ પણ વાંચો: CUET 2022 Marking Scheme: CUET પરીક્ષાના નિયમોમાં થયો આ ફેરફાર, NTAએ જાહેર કરી નોટિસ

Next Article