“તુ પાણી પૂરી કેમ લાવ્યો ?” આવો ઝઘડો કરી પત્નીએ કરી આત્મહત્યા, જાણો કઈ રીતે પાણી પૂરી બની મોતનું કારણ

|

Sep 01, 2021 | 2:31 PM

મહિલાઓ આમ તો પાણી પૂરીની ભારે શોખીન હોય છે, પરંતુ તે જ પાણી પૂરી એક મહિલાની આત્મહત્યાનું કારણ બની છે

તુ પાણી પૂરી કેમ લાવ્યો ? આવો ઝઘડો કરી પત્નીએ કરી આત્મહત્યા, જાણો કઈ રીતે પાણી પૂરી બની મોતનું કારણ
રચનાત્મક તસવીર

Follow us on

Crime: એક પ્રખ્યાત ગુજરાતી કોમેડી ફિલ્મનો સીન છે કે જેમાં એક છોકરી પોતાના બોયફ્રેંડ સાથે કોફીને લઈને ઝઘડો કરે છે. “તે મારા માટે કોફી કેમ મંગાઈ” આ ડાયલોગ ગુજરાતીઓમાં એટલો પ્રખ્યાત થયો હતો કે તેની પર તરહ તરહના જોક્સ-મીમ્સ પણ બન્યા હતા અને ફિલ્મનુ આ દ્રશ્ય ઘણું પસંદ કરવાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક જીવનમાં ઘટતા આવા બનાવ કોઈનો જીવ લઈ લે ત્યારે ઘણી અચરજ થાય છે.

આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પત્ની પોતાના પતિ સાથે પાણી પૂરી (pani puri) ની બાબતને લઈને ઝઘડો કરે છે (Husband-Wife Fight) અને માથાકૂટ એટલી હદે વધે છે કે તે આત્મહત્યા કરી લે છે. વાત જાણે એમ છે કે પુણે (મહારાષ્ટ્ર)ના એક દંપતી વચ્ચે પૂછ્યા વગર પાણીપુરી લઈ આવ્યા બાદ ઝઘડો થયો હતો.

વિવાદ એટલો વધી ગયો કે પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. આ મામલે પતિ વિરુદ્ધ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આત્મહત્યા કરનાર મહિલાનું નામ પ્રતિક્ષા સરવડે છે. હાલ તેના પતિ ગહિનાનાથ સરવદેની પોલીસે ધરપકડ કરી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગહિનીનાથ સરવડે મૂળ સોલાપુર, મહારાષ્ટ્રના છે. 2019 માં, તેણે પ્રતિક્ષા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર છે. ગહિનીનાથ ઉચ્ચ શિક્ષિત છે અને મોટી કંપનીમાં કામ કરે છે. લગ્ન બાદથી જ ગહિનાથ અને પ્રતિક્ષા વચ્ચે અણબનાવ હતો. થોડા દિવસો પહેલા ગહિનાથે પ્રતિક્ષાને પુણે બોલાવી હતી. આ બંને અંબેગાંવના ઉચ્ચપ્રદેશ વિસ્તારમાં રહેતા હતા.

પત્નીએ પૂછ્યા વગર પાણી પુરી મંગાવતા આવ્યો ગુસ્સો, ઝેર પીને કરી આત્મહત્યા
બે દિવસ પહેલા ઓફિસેથી ઘરે આવતા ગહિનીનાથ પાણી પુરીનું પાર્સલ ઘરે લઈ ગયો હતો. પ્રતિક્ષા ગુસ્સે થઈ ગઈ જ્યારે તેનો પતિ તેને પૂછ્યા વગર પાણી પુરી ઘરે લાવ્યો. તેણીએ ગહિનીનાથની પૂછપરછ શરૂ કરી. આવું કરવાનું કારણ પૂછ્યું. ગહિનીનાથ સંતોષકારક જવાબ આપી રહ્યા ન હતો જેથી બંને વચ્ચે વિવાદ વધ્યો.

પ્રતિક્ષાએ પાણીપુરી ખાવાની ના પાડી. આ પછી, પ્રતિક્ષાએ ઓફિસ જતા સમયે ગહિનાથને ટિફિન બોક્સ આપવાનો પણ ઇનકાર કર્યો હતો. અંદર પ્રતીક્ષાનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે ઝેર ખાઈ લીધું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જીવન અને મૃત્યુ વચ્ચે જોલા ખાય રહેલી પ્રતિક્ષાએ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. આ પછી પ્રતિક્ષાના પિતા પ્રકાશ પિસે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન ગયા અને ગહિનીનાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ પોલીસ આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Knowledge : આ ચાર સંકેતથી જાણી શકાય છે કે તમને કોઈ ખુબ યાદ કરી રહ્યુ છે ! જાણો આ ચાર સંકેત વિશે

આ પણ વાંચો: Arvalli: ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટમાં મહત્વનો ખુલાસો, હેન્ડ ગ્રેનેડનો બ્લાસ્ટ થયો હોવાનું SOGની તપાસમાં ખુલ્યું

 

Published On - 2:30 pm, Wed, 1 September 21

Next Article