West Bengal: BSFને મળી સફળતા, 1.80 કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ સાથે દાણચોર ઝડપાયો

Crime News: BSFના જવાનોએ ભારત-બાંગ્લાદેશની સરહદ પર આવેલ ઉત્તર 24 પરગણા જિલ્લામાં 1.80 કરોડના સોનાના બિસ્કિટ સાથે એક દાણચોરની ધરપકડ કરી છે. જપ્ત કરવામાં આવેલ સોનાના બિસ્કિટનું કુલ વજન 2914 ગ્રામ છે અને જેની અંદાજિત કિંમત 1,80,40,507 રૂપિયા છે.

West Bengal: BSFને મળી સફળતા, 1.80 કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ સાથે દાણચોર ઝડપાયો
West Bengal Crime
| Edited By: | Updated on: May 12, 2023 | 9:58 PM

Kolkata: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના દક્ષિણ બંગાળ સરહદ હેઠળની 68મી કોર્પ્સ, બોર્ડર આઉટપોસ્ટ માધુપુરના બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) જવાનોને મળેલ સચોટ માહિતીના આધારે તાત્કાલિક પગલાં લેતા, 25 સોનાના બિસ્કિટ સાથે એક દાણચોરને ઝડપી પાડ્યો હતો. જપ્ત કરવામાં આવેલ સોનાના બિસ્કિટનું કુલ વજન 2914 ગ્રામ છે અને જેની અંદાજિત કિંમત 1,80,40,507 રૂપિયા છે.

બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડર ચોકી માધુપુરના જવાનોને એવા સચોટ માહિતી મળી છે કે એક દાણચોર સોનાના બિસ્કિટ લઈને ભારતમાં ઘૂસવા જઈ રહ્યો છે.

બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફરજ પરના જવાનોને જણાવવામાં આવેલ સ્થળ પર તાત્કાલિત પહોંચ્યા હતા અને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી, જે બોર્ડર રોડ પર ફરતો હતો. જવાનોએ તે વ્યક્તિની તપાસ કરતાં તેની કમર પર બાંધેલા 25 સોનાના બિસ્કિટ મળ્યા હતા.

ત્યારબાદ BSFના જવાનો દાણચોરની અટકાયત કરીને બોર્ડર ચોકી પર લઈ ગયા હતા. પકડાયેલ દાણચોર ઉત્તર 24 પરગણા જિલ્લાનો રહેવાસી છે. તેનું નામ અમીર મંડલ જાણવામાં આવી રહ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લો કોલકાતા અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો છે.

પૂછપરછ કરતા દાણચોર અમીર મંડલે જણાવ્યું કે તેણે આ સોનાના બિસ્કિટ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચાંદપુર ગામના અશાદુલ મંડલ પાસેથી લીધા હતા. ત્યારબાદ તે આ સોનાના બિસ્કિટ ઉત્તર 24 પરગણા જિલ્લાના ગડાપોટા ગામના રહેવાસી પરેશને આપવાના હતા. આ કામ કરવા માટે તેને 3000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

દાણચોરોએ સ્થાનિક લોકોની મદદથી દાણચોરીને આપે છે અંજામ

BSF અધિકારીઓએ જણાવ્યું કે સોનાના દાણચોરો સરહદી વિસ્તારના ગામડાના લોકોનો ઉપયોગ કરે છે. તેઓ તેમના દ્વારા દાણચોરી કરાવીને સોનું મેળવે છે અને તેમને થોડી રકમ આપતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેઓ તેમના વિશે વધુ કહી શકતા નથી.

આ પણ વાંચો : Banaskatha: કાંકરેજમાં કિશોરી સાથે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

સરહદ પર થઈ રહેલ સોનાની દાણચોરી રોકવા માટે BSFએ સ્થાનિક લોકોને ઈનામ આપવાની જાહેરાત કરી છે. બીએસએફ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દાણચોરો વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે દાણચોરોને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકોની મદદ ખૂબ જ અગત્યની છે. સ્થાનિક લોકોની મદદ વગર દાણચોરો પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હાલમાં BSFને સામાન્ય નાગરિકોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર   

ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…