Video: ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’આ બોલતી વખતે હાથમાં પિસ્તોલ સાથે બનાવ્યો વીડિયો, સિંઘમ બનવાના શોખમા પોલીસકર્મી થયો સસ્પેન્ડ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ચંદુર બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મહેશ મુરલીધર કાલેને સિંઘમ બનવું મુશ્કેલ પડી ગયું છે.

Video: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોઆ બોલતી વખતે હાથમાં પિસ્તોલ સાથે બનાવ્યો વીડિયો, સિંઘમ બનવાના શોખમા પોલીસકર્મી થયો સસ્પેન્ડ
Policeman suspended
| Edited By: | Updated on: Aug 05, 2021 | 4:03 PM

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના ચંદુર બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મહેશ મુરલીધર કાલેને સિંઘમ બનવું મુશ્કેલ પડી ગયું છે. મુરલીધર કાલેએ હાથમાં પિસ્તોલ લઈને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરિ બાલાજીની એના પર નજર પડી.

તાત્કાલિક કાર્યવાહી કરીને તેણે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો હતો. સરકારી ગણવેશમાં હથિયારનો ડર બતાવવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. કાલેના આ અનુશાસનહીન અને બેજવાબદાર વર્તનથી પોલીસની પ્રતિષ્ઠાને કલંક લાગ્યું છે. આ કારણોસર અમરાવતીના પોલીસ અધિક્ષક ડો.હરિ બાલાજી એન કાલેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

અમરાવતી ચંદુર બજાર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મહેશ કાલેએ હાથમાં પિસ્તોલ સાથે વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાલેને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. લોકોના મનમાં ડર પેદા કરવા માટે વીડિયો બનાવવો ખોટો છે. વિડીયોમાં ગભરાટ પેદા કરવા માટે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું.

વીડિયો બનાવીને પોલીસકર્મી કાલે એવું કહેતા જોવા મળે છે, “તમે અમરાવતીમાં 10 કિલોમીટર દુર નીયમ અને કાયદા રાખીને આવજો.” કદાચ તે ગુનેગારોને કહી રહ્યો છે. પણ આવી રીતે કહેવું ખોટું છે. તે જનતાના મનમાં ભય પણ પેદા કરશે.

કોન્સ્ટેબલે આ વીડિયોમાં કહ્યું છે કે, “અમરાવતી જિલ્લામાં પ્રવેશ કરતી વખતે તેણે દાદાગીરી અને ભાઈગીરીને દસ કિલોમીટર દૂર રાખીને આવજો. જે અમરાવતીમાં નિયમોમાં રહેશે તે નફામાં રહેશે. કારણ કે, કાયદનો અભેદ કિલ્લો, માત્ર અમરાવતી જિલ્લો ” આ વિડીયોમાં કાલે પોલીસ ગણવેશમાં દેખાય છે. તેમજ તેના હાથમાં પિસ્તોલ છે. ભલે સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેને પસંદ કરી રહ્યા છે. પરંતુ આ વીડિયોને કારણે કાલે ભાઈ મુશ્કેલીમાં મુકાયા છે.

 

આ પણ વાંચો: Hockey Team : કેપ્ટન મનપ્રીત સિંહે 41 વર્ષ બાદ મળેલા મેડલને કોવિડ યોદ્ધાઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કર્યો સમર્પિત

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર

Published On - 3:05 pm, Thu, 5 August 21