Valsad: અન્યોના દસ્તાવેજો પર લોન લઈ વાહન ખરીદી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 18.84 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ

|

Jun 27, 2021 | 7:40 PM

Valsad : ગરીબ લોકોને પૈસાની લાલચ આપીને તેના દસ્તાવેજો મેળવીને લોન પર વાહનની ખરીદી કરતા હતા અને બાદમાં લોન પર લીધેલા વાહનોને બારોબાર વેચી મારતા હતા.

Valsad: સરળતાથી વગર મહેનતે રૂપિયા કમાવવા લોકો અવનવા કીમિયા શોધતા હોય છે અને આવા સરળ રસ્તાઓ ગુન્હાખોરી તરફ લઈ જતાં હોય છે. તેવા જ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં એક ટોળકી ગરીબ લોકોના દસ્તાવેજો પર લોન લઈ વાહનની ખરીદી કરીને તે વાહનો બારોબાર વેચી નાંખતા હતા.

 

 

આ ટોળકીનો પર્દાફાશ કરીને વલસાડ રૂરલ પોલીસ (Valsad Police)ને મહત્વની સફળતા મળી છે. ગેંગના મુખ્ય સૂત્રધાર વિજય પાટિલ સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ થઈ છે. આ ગેંગ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનો શિકાર બનાવતા હતા. આવા લોકોને પૈસાની લાલચ આપીને તેના દસ્તાવેજો મેળવીને લોન પર વાહનની ખરીદી કરતા હતા અને બાદમાં લોન પર લીધેલા વાહનોને બારોબાર વેચી મારતા હતા.

 

આવા જરૂરી કાગળો મેળવીને બેન્કો અને ફાયનાન્સ કંપનીઓને અંધારમાં રાખીને તેના પર લોન મેળવીને પોતાના મનસૂબાઓ પાર પાડતા હતા. આવી રીતે છેતરપિંડી કરીને લોન પર લીધેલા વાહનો સહિત 18.84 લાખના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં છે.

 

આ પણ વાંચો : Ahmedabad : થલતેજથી સોલા સુધીનો એલીવેટેડ બ્રિજ આજથી શરૂ, નાયબ મુખ્યપ્રધાને પુલને લોકાર્પિત કર્યો

 

આ પણ વાંચો: ‘Statue of Unity’ ખાતે બનશે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટલ, સ્થાનિકો માટે રોજગારીની તકો વધશે

Next Video