VALSAD : મોબાઇલમાં મસ્ત રહેતા બાળકોના વાલીઓ સાચવજો, જો-જો તમારા બાળકને આવું કંઇક ન થાય ?

|

Dec 18, 2021 | 5:23 PM

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા યાદવ પરિવાર કે જે પરિવારની અઠવાડિયાથી ઊંઘ હરામ થઇ ગઈ હતી.જોકે આજે આ પરિવાર માટે ખુશીનો દિવસ છે.કારણકે ઘર છોડીને ફરાર થયેલો પરિવારનો વ્હાલસોયો અઠવાડિયા બાદ ઘરે પરત ફર્યા છે.

VALSAD : મોબાઇલમાં મસ્ત રહેતા બાળકોના વાલીઓ સાચવજો, જો-જો તમારા બાળકને આવું કંઇક ન થાય ?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

જો તમારા બાળકને મોબાઈલ ઉપર ગેમ રમવાનો ચસ્કો હોય અને તમને એ વાત ખૂંચતી હોય તો પણ તમે તમારા બાળકને પ્રેમથી સમજાવીને વાળજો. ક્યાંક તમારો ગુસ્સો તમારા બાળક માટે ખતરો ન બની જાય.આવોજ એક કિસ્સો વાપીમાં પ્રકાશમાં આવ્યો છે. ગેમ રમવાનો ઠપકો આપતા બાળક ઘર છોડીને ફરાર થઇ ગયો હતો. જોકે સદનસીબે આ બાળક રાજેસ્થાનથી મળી આવ્યો છે અને માતા પિતાએ હાશકારો અનુભવ્યો છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા યાદવ પરિવાર કે જે પરિવારની અઠવાડિયાથી ઊંઘ હરામ થઇ ગઈ હતી.જોકે આજે આ પરિવાર માટે ખુશીનો દિવસ છે.કારણકે ઘર છોડીને ફરાર થયેલો પરિવારનો વ્હાલસોયો અઠવાડિયા બાદ ઘરે પરત ફર્યા છે.આથી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે.અને માતા-પિતા અને બાળક એકબીજાને મીઠું મોઢું કરાવી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે આ પરિવારનો ધોરણ ૭માં અભ્યાસ કરતા અભિષેકને કોરોના લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ વખતે મોબાઈલની લત લાગી ગઈ હતી.પરિવારના સભ્યોના મોબાઈલથી ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરતી વખતે બાળકને વિડીયો ગેમની લત લાગી ગઇ હતી.

આથી ઓનલાઇન ક્લાસીસ બાદ મોટા ભાગનો સમય અભિષેક વિડીયો ગેમ રમવામાં વિતાવતો હતો.જોકે અભિષેકને આદત વધારે લાગતા પરિવારજનોએ તેને વિડીયો ગેમ રમવાની ના પાડી દેતાં હતા.આથી અભિષેક વારંવાર ગુસ્સે થઈ જતો હતો અને તેનું વર્તન બદલાઈ ગયું હતું.પરિવારજનોને એ બાળકને વિડીયો ગેમ રમવાની ના પાડતા અચાનક એક દિવસ અભિષેક કબાટમાંથી ૧ હજાર રૂપિયા લઈને ઘર છોડીને ફરાર થઈ ગયો હતો.બાળકની શોધખોળ કરી હતી.જોકે આસપાસના વિસ્તારમાં કે વાપીમાં બાળકનો કોઇ ભાળ નહીં મળતાં આખરે પરિવારજનોએ પોલીસ નો સહારો લીધો હતો.જોકે અઠવાડિયા બાદ રાજસ્થાનના રાની રેલવે સ્ટેશનથી પર બાળકને જોતા એક રેલવે કર્મચારી ને બાળક ની પૂછપરછ કરતાં રેલવે કર્મચારી ને આ શંકા જતાં તેણે તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને અભિષેક હેમખેમ પોતાના ઘરે પરત ફર્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘર છોડતા પહેલા અભિષેકે પરિવારના સભ્યોને સંબોધી અને એક ચિઠ્ઠી લખી હતી.આ ચિઠ્ઠી પરિવારજનોના હાથમાં આવતાં પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટયા હતા. કારણ કે બાળકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પરિવાર ના સભ્યો તેને મોબાઇલમાં ગેમ રમવાની ના પાડે છે અને રમવા નથી દેતા આથી મને ને ખોટું લાગતા મેં ઘર છોડીને જઇ રહ્યો છે અને ક્યારેય પરત નહીં ફરે તેવું પણ તેને ચિઠ્ઠીમાં લખ્યું હતું. આથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.જોકે રૂપિયા હતા ત્યાં સુધી અભિષેક ના ૭ દિવસ પસાર થયા હતા.જોકે ત્યારબાદ તેને હકીકત નો ખ્યાલ આવ્યો હતો અને અંતે બિહારથી ફરી વાપી આવવા નીકળ્યો હતો.જોકે ભૂલ થી રાજસ્થાન ની ટ્રેન માં બેસી ગયો હતો. ત્યારે કેવો અનુભવ રહ્યો અભિષેક નો આવો સાંભળીયે અભિષેકની આપવીતી.

પોતાનો વહાલસોયો ઘરે આવતા જ પરિવારમાં ખુશીનો માહોલ છે. જોકે આ પરિવાર પર વીતેલી અન્ય પરિવારો પર ન વીતે તે માટે જે બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની આદત છે કે વધુ સમય મોબાઇલમાં વિતાવે છે.તેવા બાળકોના વાલીઓને પોતાના બાળકની કાળજી કેવા વિનંતી પણ કરી રહ્યા છે.

ધોરણ ૭માં અભ્યાસ કરતો બાળક પોતે સ્વીકારી રહ્યો છે કે તેને લોકડાઉનમાં સ્કૂલો બંધ થવાથી ઓનલાઇન ક્લાસીસ એટેન્ડ કરતી વખતે જ તેને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની આદત પડી હતી. અને જો કોઈ તેને ગેમ રમતા રોકે તો વાતવાતમાં ગુસ્સે થવાની પણ ગુસ્સે પણ થઈ જતો હતો.આથી પરિવારજનોએ ગેમ રમવા મોબાઈલ નહીં આપતા આખરે તે ઘરથી ફરાર થઇ ગયો હતો.પ્રથમ તે વાપી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અને તે વાપી રાજસ્થાન યુપી જેવા રાજ્યોમાં પહોંચી ગયો હતો.મોટાભાગે તે ટિકિટ લીધા વિનાજ ટ્રેન માં લખનઉ સહિત યુપી ના અનેક શહેરો સુધી ફર્યો હતો.જોકે આ દરમિયાન મુશ્કેલીઓ પડતા આખરે તેને અહેસાસ થયો અને અને હવે તેને ઘર પરિવાર અને માતા પિતા નું મહત્વ સમજાયું હોવાનું પોતે જણાવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે લોકડાઉનમાં શાળાઓ બંધ થવાથી ઓનલાઇન ક્લાસીસ ચાલુ થયા હતા. જેથી પરિવારના સભ્યોએ મજબૂરીવશ પોતાના બાળકને મોબાઈલ આપવો પડ્યો હતો. જોકે લાંબા સમય સુધી બાળકો મોબાઈલનો ઉપયોગ કર્યા બાદ હવે તેના માઠા પરિણામ પણ સામે આવી રહ્યા છે. બાળકોને ઓનલાઇન ક્લાસીસ એટેન્ડ કરતી વખતે મોબાઇલ વાપરવાની અને ગેમ રમવાની લાગેલી લત હવે પરિવાર માટે મુશ્કેલીરૂપ પુરવાર થઇ રહી છે. શિક્ષણવેદોના મતે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકો ઉપર તેની વિપરિત અસરો પડી રહી છે.આથી શાળાના શિક્ષકોની સાથે પરિવારજનોએ પણ બાળકોની કાળજી રાખવી જરૂરી છે.

મહત્વપૂર્ણ છે કે આજના જમાનામાં મોટાભાગના પરિવારોમાં મોબાઈલનું ચલણ વધી ગયું છે. બાળકો ઓનલાઇન ક્લાસીસ એટેન્ડ કરવાના બહાને મોબાઈલ માં ગેમ રમવાની આદત લાગી જાય છે.અને વધુમાં વધુ સમય તે મોબાઈલ ની સાથે જ વિતાવતાં થઈ જાય છે.ત્યારે વાપી નો આ કિસ્સો એવા બાળકો માટે અને એવા પરિવારજનો માટે ચેતવણી સમાન છે. જેમના બાળકો વધુમાં વધુ સમય મોબાઈલ સાથે કે મોબાઈલમાં ગેમ રમવામાં વિતાવે છે. ઘર છોડીને ગયેલો અભિષેક સદનસીબે સારા વ્યક્તિના હાથે લાગ્યો અને તે પોતાના પરિવાર સુધી પહોંચી ગયો છે. જોકે અભિષેક કોઈ ખોટા હાથમાં લાગ્યો હોત તો તેની જિંદગી બરબાદ થઇ હતી.

Published On - 5:17 pm, Sat, 18 December 21

Next Article