valsad : ધાડપાડું ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ

|

Aug 01, 2021 | 10:09 PM

મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ ઉપર આવેલા ઉમરગામમાં એક ધાડપાડું ગેંગના મનસુબા ઉપર વલસાડ પોલીસે પાણી ફેરવી દીધું છે. આ ગેંગ ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે ૪ આરોપીઓને ઝડપ્યા છે.

valsad : ધાડપાડું ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

valsad : લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રી દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ગત ૩૦ તારીખે એલસીબી પોલીસ દ્વારા એક શંકાસ્પદ વાનને રોકી હતી.જોકે પોલીસ પૂછપરછ કરે એ પહેલા જ આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જોકે વાન ચાલક નીતિન ઉરાડે અને વિજય ચીમરા ઝડપાઇ ગયા હતા.બાદમાં ફરાર આરોપીને ઝડપવા પોલીસે વિવિધ ટિમો બનાવી હતી અને અંતે પોલીસે આ ગેંગના અન્ય ૩ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ ગેંગ સરોંડા ગામના ગોવિંદ ભંડારીના બાંગ્લામાં ધાડ કરવાના ઇરાદે વાન લઇને નીકળ્યા હતા. જોકે મોટા ગુન્હાને અંજામ આપે તે પહેલા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાથે ભેટો થઇ જતા આખો ખેલ ઊંધો પડ્યો હતો.

ઝડપાયેલ આરોપી :

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

૧. અશ્વિન ભંડારી, રહેવાસી-નારગોલ

૨. શૈલેષ વાડિયા ઉર્ફે શૈલો, રહેવાસી- અંકલાસ ગામ

૩. ઝિપરભાઈ સાપટા,રહેવાસી-બેડપા ગામ ,દાદરા નગર હવેલી

આ 3 ગેંગના શાતીર ખેલાડીઓ છે. પોલીસે જયારે ગાડીને ઝડતી લીધી ત્યારે પોલીસ પણ દંગ રહી ગઈ હતી. તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. ઉમરગામ તાલુકાના નારગોલમાં આ લૂંટારુ ગેંગે એક બંગલોની રેકી કરી અને મોટી લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળી હતી.

જોકે વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમે કારમાં નીકળેલી આ લૂંટારું ગેંગને પડકારી હતી. આથી મોકાનો લાભ લઇ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખી ફરાર થઈ ગયેલો આરોપીઓની તપાસમાં પોલીસ નીકળી હતી.

એ દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલ આરોપી નિતીન સોમાભાઈ ઉરડે એ બાથરૂમમાં જવાના બહાને બાથરૂમની અંદર જઈ પોતાના જ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આમ એક ખૂંખાર લૂંટારુ ગેંગ મોટા લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ આરોપીઓને દબોચી લીધા હતા.

આરોપીઓ ઉમરગામ જી.આઈ.ડી.સી માં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરે છે. જોકે તેમને મહેનતનું કમાઈને ખાવામાં કોઈ રસ નથી. અને, જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા આ શાતીર ખેલાડીઓએ સાથે મળીને માલ કમાવાનો શોર્ટ કટ અપનાવ્યો હતો. અને એક ગેંગ બનાવી ઉમરગામ પંથકમાં દિવસે શિકારની શોધ કરી રેકી કરતા હતા.

અને રાતમાં એકત્ર થઇ ધાડ કરવાનું કાવતરું કરતા હતા. આ ગેંગના હજી બીજા ખેલાડીઓ વોન્ટેડ છે. તો ઝડપાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન આ ગેંગના વિવિધ કારનામાં પોલીસ તપાસમાં બહાર આવે તેવું હાલ પોલીસ માની રહી છે.

Next Article