Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ

ડભોઇ તાલુકાના એક ગામની યુવતી ઉપર ગત 9-1-2022 ના રોજ રાત્રે 8 વાગ્યાના સૂમારે અજાણ્યા રિક્ષા ચાલક અને તેના સાગરીતે દ્વારા યુવતીને હાથ પકડી રિક્ષામાં બેસાડવામાં આવી હતી.

Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ
Vadodara: The body of a rape victim was found from Narmada Canal in Dabhoi (પ્રતિકાત્મક તસ્વીર)
| Edited By: | Updated on: Mar 26, 2022 | 5:36 PM

Vadodara: ડભોઇ (Dabhoi)તાલુકાના એકગામે અજાણ્યા રિક્ષાચાલકે ખેતરમાંથી આવતી યુવતીનો હાથ પકડી, બળજબરીપૂર્વક તેના સાગરીત સાથે મળી બંને ઇસમોએ યુવતી પર બળાત્કાર (RAPE) ગુજારી યુવતીને ગર્ભવતી બનાવતા ડભોઇ પંથકમાં ચકચાર મચી ગઇ છે. જોકે ગતરોજ યુવતી ગુમ થયા બાદ તેનો મૃતદેહ કરજણ તાલુકાના કુરાલી નજીક નર્મદા કેનાલમાંથી મળતા મામલો વધુ ગંભીર બન્યો છે. યુવતીની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બંને આરોપીઓ હજી સુધી ફરાર હોય પોલીસ (POLICE) દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ડભોઇ તાલુકાના એક ગામની યુવતી ઉપર ગત 9-1-2022 ના રોજ રાત્રે 8 વાગ્યાના સૂમારે અજાણ્યા રિક્ષા ચાલક અને તેના સાગરીતે દ્વારા યુવતીને હાથ પકડી રિક્ષામાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઇ બે ઇસમો દ્વારા બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાને પગલે યુવતી ડરી જતાં ઘરકામ અર્થે મુંબઈ જતી રહી હતી. ત્યારે મુંબઇ ગયા બાદ માલૂમ પડ્યું કે યુવતી ગર્ભવતી થઇ છે. યુવતીને ગર્ભવતી હોવાનું માલૂમ પડતાં મુંબઈ પોલીસ સ્ટેશન ફરીયાદ દાખલ કરી આરોપીને શોધી કાઢવા ગુહાર લગાવી હતી.

જોકે પોલીસ કાર્યવાહી કરે તે પૂર્વે તે છેલ્લા ત્રણ દિવસથી આ યુવતી ગુમ થઈ હોવાની ફરીયાદ યુવતીના મામા દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારે આ મામલામાં વધુ એક વળાંક આવ્યો છે. આજે વહેલી સવારે આ યુવતીનો મૃતદેહ કરજણ તાલુકાના કુરાલી ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવતા દુષ્કર્મના આ કિસ્સાએ વધુ એક વળાંક લીધો છે. પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને કરજણ હોસ્પિટલ ખાતે પી.એમ.માટે મોકલી આપી યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.હાલ તો યુવતી પર ગેંગરેપ અને ત્યારબાદ યુવતીના મૃતદેહ મળવાના કિસ્સાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : જામનગર : ખેલ મહાકુંભનું સમાપન, ખેલ મહાકુંભથી છેવાડાના રમતવીરોની પ્રતિભા શોધવામાં સફળતા મળી : સાંસદ પૂનમબેન માડમ

આ પણ વાંચો : Petrol Diesel Price Hike: સતત પાંચમાં દિવસે વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, નીતિન ગડકરીએ જણાવ્યું ઈંધણના ભાવ વધવાનું કારણ