Vadodara : PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાનો કેસ, PI દેસાઇના નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટની મંજૂરી

|

Jul 13, 2021 | 3:12 PM

PI અજય દેસાઇનો હવે નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી છે.

Vadodara : વડોદરા ગ્રામ્ય PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાનો કેસમાં તપાસનો ધમધમાટ તેજ છે. ત્યારે PI અજય દેસાઇનો હવે નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે બંને ટેસ્ટ કરાવવા માટે તપાસ અધિકારીને મંજૂરી આપી છે.

મહત્વપૂર્ણ છે કે PI અજય દેસાઇ સ્વયંભૂ કોર્ટે સમક્ષ હાજર થઇને ટેસ્ટ માટે સંમતિ આપી હતી. અગાઉ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસ માટે તપાસ અધિકારીએ નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટ માટે અરજી કરી હતી. હવે જ્યારે FSL દ્વારા સમય આપવામાં આવશે. ત્યારે પીઆઇ અજય દેસાઇનું તબીબી પરીક્ષણ કરાશે.

ભારે ચકચાર જગાવી ચૂકેલા આ કેસમાં સ્વીટી પટેલના ગુમ થયાના 37 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે.

પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે, પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Next Video