VADODARA : PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર,  ઘરમાંથી લોહીના સેમ્પલ મળી આવ્યાં
Vadodara PI Desai wife goes missing case FSL team finds blood stains while searching at house

VADODARA : PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર, ઘરમાંથી લોહીના સેમ્પલ મળી આવ્યાં

| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:57 PM

નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બની હતી.

VADODARA : વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના કેસમાં મોટા સમાચાર મળી આવ્યાં છે. PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થવાનો હતો, જો કે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ PI અજય દેસાઈએ પોતે શારીરિક અને માનસિક સ્વસ્થ ન હોવાનું જણાવી નાર્કો ટેસ્ટ કરવાની ના કહી દીધી હતી.ત્યારબાદ શંકા વધુ ઘેરી બનતા આજે 23 જુલાઈએ FSL ની ટીમે PI અજય દેસાઈના ઘરમાં તપાસ કરતા શંકાસ્પદ લોહીના સેમ્પલ મળી આવ્યાં છે. FSL ની ટીમે લોહીના આ સેમ્પલને ટેસ્ટીંગ અર્થે મોકલી આપ્યા છે. જે રીપોર્ટ આવ્યાં બાદ માલુમ થશે કે આ લોહીના સેમ્પલ કોના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થયેલ છે.