VADODARA : વિઝા અપાવવા સાહિત અન્ય બહાને 5.60 લાખની છેતરપિંડી, ભાજપ કાર્યકરની ધરપકડ
Vadodara: BJP worker held for cheating in-law with false visa, job promises

VADODARA : વિઝા અપાવવા સાહિત અન્ય બહાને 5.60 લાખની છેતરપિંડી, ભાજપ કાર્યકરની ધરપકડ

| Edited By: | Updated on: Aug 10, 2021 | 8:08 AM

વડોદરાના વાઘોડીયા રોડ પર રહેતા ચેતન પટેલ નામના યુવકે કેનેડાના વિઝા અપાવવા, ONGC માં નોકરી અપાવવી તથા સસ્તા ભાવે મકાનો અપાવવા જેવી લાલચો આપી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા.

VADODARA : શહેરમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ કાર્યકરે કેનેડાના વિઝા અપાવવાની લાલચે પોતાના સાળા સહિત અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડીયા રોડ પર રહેતા ચેતન પટેલ નામના યુવકે કેનેડાના વિઝા અપાવવા, ONGC માં નોકરી અપાવવી તથા સસ્તા ભાવે મકાનો અપાવવા જેવી લાલચો આપી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. આ શખ્સે અલગ અલગ લોકો સાથે 5.60 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. આ અંગે પાણી ગેટ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ચેતન પ્રભુદાસ પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

આ પણ વાંચો : ખેડૂતોની ચીમકી : 70,000 હેકટરમાં કપાસના પાકને થયેલા નુક્શાનનું વળતર ચૂકવો અથવા કિસાનોની લડતનો સામનો કરવા તૈયાર રહો,જાણો શું છે મામલો