Vadodara: ડભોઈના મંડાળા ગામમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો, યુવતી પર દુષ્કર્મની આશંકા

મજૂર પરિવારની દિકરીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવતીના ગળા ફરતે ચૂંદડી વિંટળાયેલી હોવાથી ગળેફાંસો આપી હત્યા કર્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

Vadodara: ડભોઈના મંડાળા ગામમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો, યુવતી પર દુષ્કર્મની આશંકા
પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:28 PM

વડોદરાના (Vadodara)ડભોઈ (Dabhoi) તાલુકાના મંડાળા ગામની સીમમાંથી 19 વર્ષીય યુવતીનો હત્યા (Murder) કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પરના કપડાની હાલત જોઈ યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કર્યાની આશંકા પ્રબળ બની છે. ખેત મજૂરી કરતા પરિવારની 19 વર્ષીય યુવતી કુદરતી હાજતમાં ખેતરમાં ગઈ હતી. બાદમાં ઘણા સમય સુધી પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે છેક બીજા દિવસે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મજૂર પરિવારની દિકરીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવતીના ગળા ફરતે ચૂંદડી વિંટળાયેલી હોવાથી ગળેફાંસો આપી હત્યા કર્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. તેમજ યુવતીએ પહેરેલા કપડા પણ અસ્તવ્યસ્ત હોવાથી દુષ્કર્મની આશંકા પણ પ્રબળ બની છે. હાલ યુવતીના મૃતદેહને PM માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે.

ડભોઇ તાલુકામાં બે-બે યુવતીના મોતને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે.  ગતરોજ દુષ્કર્મ પીડિતા  ગુમ થયા બાદ તેનો મૃતદેહ કરજણ તાલુકાના કુરાલી નજીક નર્મદા કેનાલમાંથી મળ્યો. યુવતીની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બંને આરોપીઓ હજી સુધી ફરાર હોય પોલીસ (POLICE) દ્વારા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી

આ પણ વાંચો : PBKS vs RCB IPL 2022 Match Prediction: શું નવા કેપ્ટન પંજાબ અને બેંગ્લોરની કિસ્મત બદલશે, પ્રથમ ટક્કરમાં તેની ઝલક જોવા મળશે