Crime : માતાએ 13 વર્ષની પુત્રીને 27 વર્ષના યુવકને વેચી, બદલામાં સોનાના દાગીના અને 2,000 ડોલર લીધા, પોલીસે કરી કાર્યવાહી

|

Nov 21, 2021 | 4:55 PM

Woman Sold Daughter: અમેરિકાની એક મહિલાએ તેની 13 વર્ષની સગીર પુત્રીને વેચી દીધી. આ માટે તેણે 27 વર્ષના યુવક સાથે સોદો કર્યો હતો. તેના બદલામાં પૈસા અને દાગીના લેવામાં આવ્યા.

Crime : માતાએ 13 વર્ષની પુત્રીને 27 વર્ષના યુવકને વેચી, બદલામાં સોનાના દાગીના અને 2,000 ડોલર લીધા, પોલીસે કરી કાર્યવાહી
Woman Sold Her Daughter

Follow us on

Woman Sold Daughter in US: અમેરિકાના ઈંડિયાના રાજ્યમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાની 13 વર્ષની દીકરીને 27 વર્ષના યુવકને વેચી દીધી. બદલામાં તેણે સોનાનું બ્રેસલેટ, નેકલેસ અને 2,000 ડોલર લીધા હતા. અગાઉ આરોપી મહિલા અને તેના પતિએ તેમની પુત્રીને લગ્ન માટે દબાણ કર્યું હતું. મહિલા પર આરોપ છે કે તેણે તેની પુત્રીને એલન કાઉન્ટીમાં વેચી દીધી હતી. જે બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ધ જનરલ ગેઝેટના અહેવાલ મુજબ, સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે 27 વર્ષીય જી કડી યા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. મહિલાએ તેની પુત્રીને આ વ્યક્તિને વેચી દીધી છે. પોલીસે પીડિત બાળકીની માતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે યાએ બાળકીના માતા-પિતાને સોનાની બંગડી, ગળાનો હાર અને 2000 ડોલર રોકડા આપ્યા છે.

પીડિતાના મિત્રએ માહિતી આપી
પોલીસને ગયા વર્ષે 20 ડિસેમ્બરે પીડિત યુવતીના મિત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે તે રાત્રે તેના મિત્ર સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. તેણે દિવાલ પર લગ્નનું ચિહ્ન પણ જોયું હતું. ત્યાં હાજર લોકોએ લગ્નની વાતને નકારી કાઢી અને કહ્યું કે માત્ર સગાઈ થઈ રહી છે. પરંતુ જ્યારે પોલીસે યુવતીને અલગ કરીને તેની સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે ઉજવણીના સાત દિવસ પહેલા તેના માતા-પિતાએ લગ્ન અંગેના કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પોતાને છોકરીનો માલિક કહેતો હતો
કોર્ટના દસ્તાવેજો અનુસાર, યાએ બાઈબલને ટાંકીને છોકરીને કહ્યું, ‘હવે હું તમારો માલિક છું. હું તમને જે ઇચ્છું તે કરી શકું છું.’ જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચિલ્ડ્રન ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત ઓફિસને જાણ કરી હતી. પીડિત છોકરીની માતાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તે માત્ર પુત્રી સાથે સગાઈ કરી રહી છે અને તે 18 વર્ષની થશે પછી જ લગ્ન કરશે.

તેણે કહ્યું કે 2,000 ડોલરનો ઉપયોગ પુત્રીના મેકઅપ અને લગ્નના રાત્રિભોજન માટે કરવામાં આવ્યો છે. છોકરીના પિતા સામે કોઈ આરોપ નથી. પોલીસે જણાવ્યું હતું કે પિતાને કોઈ પૈસા મળ્યા ન હતા અને ન તો તેમને આ વિશે ખબર હતી.

આ પણ વાંચો : Afghanistan Crisis : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે, ‘માનવતાવાદી સંકટ વચ્ચે બ્રિટને તાલિબાન સરકારમાં જોડાવું જોઈએ’

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

Published On - 11:39 am, Sun, 21 November 21

Next Article