NIAએ મહારાષ્ટ્રના ઉમેશ કોલ્હે (Umesh Kolhe) હત્યા કેસમાં (Murder case)સાત આરોપીઓને અમરાવતીની વિશેષ NIA કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈ સેશન્સ કોર્ટે આ મામલે 15 જુલાઈએ સુનાવણી કરી હતી. કોર્ટે ઉમેશ કોલ્હેની હત્યા સાથે સંબંધિત સાત આરોપીઓને NIA (નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી)ની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડી પૂરી થયા બાદ તેને આજે NIAની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ફરીથી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરવામાં આવી હતી
જણાવી દઈએ કે ઉદયપુરના કન્હૈયાલાલની જેમ અમરાવતીના મેડિકલ સ્ટોરના માલિક ઉમેશ કોલ્હેની પણ 21 જૂને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પછી ભાજપના નેતા અનિલ બોંડેએ ખુલાસો કર્યો હતો કે ઉમેશ કોલ્હેને નૂપુર શર્માને સમર્થન આપવા માટે ઘણી ધમકીઓ મળવા લાગી હતી, પરંતુ શરૂઆતમાં અમરાવતી પોલીસે લૂંટના ઈરાદે હત્યાનો કેસ નોંધ્યો હતો.
20 જૂનનો પ્લાન બદલ્યો, 21ના રોજ હત્યા કરી
ઉમેશ કોલ્હેની હત્યા કરવાનો આરોપીનો પ્લાન 20 જૂને હતો. તેણે અગાઉ કોલ્હેની મેડિકલ શોપની પણ તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તે 10 વાગ્યા પછી દુકાનમાંથી ઘરે જવા નીકળે છે, પરંતુ 20 જૂનની રાત્રે આવું બન્યું ન હતું. તે દિવસે ઉમેશ કોલ્હે દુકાનેથી વહેલો ઘરે જવા નીકળી ગયો હતો. 20 જૂનની રાત્રે તેઓ 9.30 વાગ્યે દુકાન બંધ કરી ગયા હતા, જેના કારણે હત્યારાઓએ પ્લાન બદલવો પડ્યો હતો અને પછી બીજા દિવસે 21 જૂનની રાત્રે તેઓ પર હુમલો થયો હતો.
આ મામલામાં અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે અમરાવતી પોલીસ કમિશનર અને કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ આરોપીઓ NIAની કસ્ટડીમાં છે
સાત આરોપીઓ મુદસ્સર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), આતિબ રશીદ (22) અને ડો. યુસુફ ખાન બહાદુર ખાન (44)ની NIA દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કથિત મુખ્ય કાવતરાખોરો શેખ ઈરફાન શેખ રહીમ છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપી શમીમ અહેમદને પણ શોધી રહી છે.