મુંબઇમાં સ્પા અને પાર્લરમાં દરોડા પાડવાના નામે રૂપિયા વસૂલી કરનાર બે લોકોની ગોરેગાંવ પોલીસે રંગે હાથ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ, પોતાને પત્રકાર કહેતા હતા. તેઓ પાર્લર અને સ્પામાં ફોન કરી એક્ટોર્શન કરતા અને માંગ પૂરી ન થતાં ખોટી રીતે ફંસાવાની ધમકી આપતા.
આજ રીતે તેઓએ મુંબઈના ઓશિવારા સ્થિત એક સ્પા- સલોન પાસેથી બે લાખ રૂપિયાની માંગ કરી હતી. સ્પા માલિકે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તેઓને 55 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. તે પછી પણ, આરોપીઓ મહિનાના હપ્તાને ફિક્સ કરવાની વાત કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ બાદ બંને આરોપીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે, બંને એક નાનુ ન્યૂઝ પેપર ચલાવે છે, ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ અભિનંદન પાલીવાલ અને અંકિત ગુપ્તા છે., આ બંને વિરુદ્ધ મુંબઈના અન્ય ઘણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ જેની પોલીસ તપાસ કરી રહી છે.
Published On - 1:33 pm, Fri, 18 December 20