20 વર્ષથી અન્ડરગ્રાઉન્ડ રહેતો માફિયા ગૂગલ મેપ દ્વારા ઝડપાયો, આ રીતે ઉપયોગ કરવાનું ગૂગલે પણ નહીં વિચાર્યું હોય

પોલીસ છેલ્લા 20 વર્ષથી ગેમિનોને શોધી રહી હતી. આટલા વર્ષો સુધી ગેમિનો પોલીસની નજરથી છુપાતો રહ્યો. ગેમિનોની ગૂગલ મેપ્સની મદદથી સ્પેનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

20 વર્ષથી અન્ડરગ્રાઉન્ડ રહેતો માફિયા ગૂગલ મેપ દ્વારા ઝડપાયો, આ રીતે ઉપયોગ કરવાનું ગૂગલે પણ નહીં વિચાર્યું હોય
Google Map Caught Mafia (PC: Google Maps)
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:58 AM

જ્યારે ગૂગલે ગૂગલ મેપ (Google Map) તૈયાર કર્યો હશે, ત્યારે તેણે વિચાર્યું પણ નહીં હોય કે પોલીસ પણ ચોરને પકડવા માટે આ મેપનો ઉપયોગ કરશે. તમને વાંચવામાં થોડું ફિલ્મી લાગશે, પરંતુ સત્ય એ છે કે ગૂગલ મેપ્સની મદદથી પોલીસે ઈટાલીના સિસિલીમાં કુખ્યાત માફિયા ગેંગ સ્ટેડા (Google Map Caught Mafia)ના ગુનેગાર ગેમિનોની ધરપકડ કરી છે.

પોલીસ છેલ્લા 20 વર્ષથી ગેમિનોને શોધી રહી હતી. આટલા વર્ષો સુધી ગેમિનો પોલીસની નજરથી બચતો રહ્યો હતો. ગેમિનોની ગૂગલ મેપ્સની મદદથી સ્પેનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગેમિનો હત્યાના કેસમાં રોમની જેલમાં સજા કાપી રહ્યો હતો. તે 2002માં જેલમાંથી ભાગી ગયો હતો.

ગેમિનોએ તે સમય દરમિયાન રોમની જેલમાં એક ફિલ્મના શૂટિંગનો લાભ લઈ ભાગ્યો હતો. જેલમાંથી નાસી છૂટ્યા પછી ગેમિનો નવા નામથી સ્પેનિશ શહેરમાં ગાલાપગારમાં રહેતો હતો. સ્પેનમાં તેણે પોતાનું નામ મેન્યુઅલ રાખ્યું હતું અને તે હોટલમાં રસોઈયા તરીકે કામ કરતો હતો.

ગેમિનો પહેલેથી જ ડરતો હતો કે પોલીસ તેને ટ્રેક કરી રહી છે, તેથી તેણે ફોન પણ રાખ્યો ન હતો, જોકે તેનો ડર હવે વાસ્તવિકતા બની ગયો છે. તાજેતરમાં ઈટાલિયન પોલીસ(Italian police)ને સમાચાર મળ્યા કે ગેમિનો સ્પેનિશ શહેર ગાલાપગારમાં છે.

Google Mapsથી કરાઈ તપાસ

સમાચાર મળ્યા બાદ પોલીસે ગુગલ મેપ્સ પરથી ગાલાપગારના સાર્વજનિક સ્થળોના ફોટા તપાસવાનું શરૂ કર્યું, ત્યારબાદ એક હોટલની બહાર ગેમિનો જેવો વ્યક્તિ જોવા મળ્યો. જે બાદ પોલીસે તે હોટલના ફેસબુક એકાઉન્ટને સર્ચ કર્યું હતું.

ફેસબુક એકાઉન્ટ પર ફોટો મળ્યો

હોટલના ફેસબુક એકાઉન્ટ પર એક જૂનો ફોટો હતો, જેમાં ગેમિનો રસોઈયાના કપડામાં જોવા મળ્યો હતો. તેના ચહેરા પર જૂના ઉઝરડા હતા જેના કારણે તે ઓળખી શકાયો છે. ગેમિનોએ તેના પરિવારના સભ્યો સાથે 10 વર્ષથી વાત કરી નથી. ગેમિનોને રોમની જેલમાં પાછો લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Viral Video: મહિલા પર થૂંક્યા બાદ જાવેદ હબીબે માંગી માફી, જાણો શું કહ્યું

આ પણ વાંચો: 3 બાબતો જેના કારણે દૂધ થઈ શકે છે મોંઘુ, સામાન્ય માણસને લાગશે વધુ એક ઝટકો? જાણો અમારા આ ખાસ અહેવાલમાં