સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે

|

Nov 14, 2021 | 1:06 PM

સુમુલ ડેરીના ટેન્કર ડ્રાઈવરનો કોન્ટ્રાકટ ધરાવતા ભરત ઠુમ્મર અને શંભુ મારવાડી નામના કોન્ટ્રાકટર સાથે બંને ડ્રાઈવરો જોડાયેલા હતા. અને ઘટના અગાઉ બંને ડ્રાઈવરો વચ્ચે સુમુલ ડેરીની બહાર પણ માથાકુટ થઈ હતી.

સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે
The driver who killed the other driver in Sumul Dairy was caught

Follow us on

SURAT : સુમુલ ડેરીના પાર્કિંગમાં બે ટેન્કર ડ્રાઈવર વચ્ચે થયેલા ઝઘડામાં એક ડ્રાઈવરના છાતીના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવેલ બનાવમાં આજે મૃત્યુ પામનાર ડ્રાઈવરના પરિવારજનોએ વળતરની માંગણી સાથે સુમુલ ડેરી ખાતે દેખાવો કર્યો હતો.જેમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, એમ.ડી. અને પોલીસે સમાધાનકારી વલણ અખત્યાર કરીને મૃત્યુ પામેલા ડ્રાઈવરના પરિવારજનોને 12 લાખ રૂપિયાનું વળતર ચુકવવાની હૈયાધારણા આપતા મામલો શાંત થયો હતો.બીજી મહિધરપુરા પોલીસે ડ્રાઈવરની હત્યામાં હુમલાખોર અન્ય ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

શુક્રવારે મોડી રાત્રીના સમયગાળામાં સુમુલ ડેરી નજીકની મિલિન્દ્રનગર ઝુંપડપટ્ટીમાં રહેતા સુનિલ સંતલાલ ગુપ્તા અને બીજા ટેન્કરનાં ડ્રાઈવર રવિ રઘુવરન શુકલા વચ્ચે ઝઘડો થયો હતો. જુની અદાવતમાં રવિ શુકલાએ આવેશમાં આવી જઈ સુનિલ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે ઘા વાગવાથી સુનિલનું કિરણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જો કે ત્યારબાદ સુનુલના પરિવારજનો અને અન્ય સાથી કર્મચારીઓ વિરોધ ઉતરી આવ્યા હતા. અને વળતર ચુકવવા તેમજ સુનિલના સંતાન મોટા થાય તો તેમને નોકરી આપવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો.

આ દરમિયાન મહિધરપુરા પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ,ડિરેકટર જયેશ પટેલ ભરતસિંહ સોલંકી અને બળવતસિંહ તેમજ એમ.ડી. પુરોહિતે કર્મચારીઓ અને મૃતક ડ્રાઈવરના પરિવારજનોને હૈયાધારણા આપીને 12 લાખ રૂપિયાનું વળતર ચુકવવાની ખાતરી આપતા મામલો શાંત થયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ અંગે વધુમાં મળતી માહીતી મુજબ સુમુલ ડેરીના ટેન્કર ડ્રાઈવરનો કોન્ટ્રાકટ ધરાવતા ભરત ઠુમ્મર અને શંભુ મારવાડી નામના કોન્ટ્રાકટર સાથે બંને ડ્રાઈવરો જોડાયેલા હતા. અને ઘટના અગાઉ બંને ડ્રાઈવરો વચ્ચે સુમુલ ડેરીની બહાર પણ માથાકુટ થઈ હતી. આ ઘટનામાં સુમુલ ડેરીના હોદેદારોએ કોન્ટ્રાકટરો સાથે સંયુકત રીતે વળતર ચુકવવાની હૈયાધારણા પરિવારજનોને આપી છે.

સુમુલ ડેરીના પાર્કિંગમાં ખેલાયેલા ખુની ખેલની જાણ થતાં મહિધપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને હત્યાના આરોપી ડ્રાઈવર રવિ શુકલાની ધરપકડ કરી હતી.સુમુલ ડેરીના દુધ વિતરણની વ્યવસ્થા માટે રખાયેલા ટેન્કરના ચાલકો વચ્ચે કયાં કારણોસર ઝઘડો હત્યા સુધી પહોંચ્યો, તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : ભાવનગર અને જૂનાગઢમાં પણ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, લારીઓ હટાવવામાં આવશે

Next Article