GANDHINAGAR : ગાંધીનગરના પેથાપુરમાં માસુમ બાળક શિવાંશને તરછોડી દેનાર ક્રૂર પિતા સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આરોપી સચિનની પૂછપરછમાં વધું એક ઘટસ્ફોટ થયો છે.જેમાં શિવાંશને ત્યજીને સચિન તેની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો અને બાદમાં ઉત્તરપ્રદેશ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો..એટલું જ નહીં પહેલા પ્રેમિકાની હત્યા કરી મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સચીનને સાથે રાખી પેથાપુર ગૌશાળા બહાર ધટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સમગ્ર રાજ્યમાં શિવાંશના હસતા ચહેરાને હજી કોઈ ભૂલી નથી શક્યું પણ તે હાલ માતા-પિતા વિનાનો નોંધારો થઈ ગયો છે.બીજી બાજુ ક્રૂર પિતા સચિન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે.જેમાં આજે સચિનને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરતું કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં.બાળક શિવાંશનો મુદ્દો સંવેદનશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે કે આરોપી સચીનનો કોઈ કેસ નહીં લડે..જો કે મફત કાનુની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.પરતું આરોપી સચીન કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેનાં મોઢા પર કોઈ અસર જોવા મળી ન હતી.
પોલીસે આ મુદ્દાઓને આધારે સચિનના રિમાન્ડ માંગ્યા હતા
1) ગુનામાં સાહેદોની ઓળખ જરૂરી છે
2)આરોપી સચિન દિક્ષીત અવારનવાર નિવેદન બદલે છે
3)આરોપીની મદદ કોણે કરી તે જાણવું જરૂરી છે
4) ગુનામાં વિવિધ CCTV સીસી ટીવી કબ્જે લેવાના છે
5) સચિન હીનાની હત્યા કરી વડોદરાથી બાળક લઇ કઈ રીતે આવ્યો
6) વડોદરાથી ગાંધીનગર ક્યા રૂટ પરથી આવ્યો
7) અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે તે તપાસ બાકી છે
8)રાજસ્થાનમાં તેને કોણે આશરો આપ્યો છે તે જાણવા રાજસ્થાન જવું જરૂરી છે
9) આરોપીના બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે..જેમાં CDR મેળવાના બાકી છે
10) આરોપી તપાસમાં સહકાર આપતો નથી
11)ગુનો કર્યા બાદ કોને કોને મળ્યો તે તપાસ બાકી છે
આરોપીની સૌથી પહેલી કડી ભાટ પાસે ટોલબુથ પર CCTVમાં કારમાં બાળક શિવાંશ અને સચિન દેખાયા હતા. કાર માં બાળક આગળ સીટ બેલ્ટ બાંધી સુંવડાવ્યો હતો ત્યાર બાદ આખી ઘટનાની કડીઓ જોડાતી ગઈ હતી..હાલ આરોપી સચિન પોલીસ કસ્ટડીમાં છે ત્યારે આરોપી સચિનની પૂછપરછમાં એક પછી એક નવા ખુલાસા થઈ શકે છે. કાલે આરોપી સચિનને વડોદરા લઇ જવામાં આવશે જયાં વડોદરાથી ગાંધીનગરના રૂટ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.વડોદરામાં સચિને શિવાંશની માતાની હત્યા કરી ત્યાંથી લઈને જે ઘટનાઓ ઘટી એ તમામ જગ્યાએ આરોપી સચિનને સાથે રાખી પોલીસ રિકન્સ્ટ્રક્શન કરશે.
આ પણ વાંચો : હત્યારા અને નિષ્ઠુર સચિન દીક્ષિતનો કેસ કોઈ વકીલ નહી લડે, બાર કાઉન્સિલનો મોટો નિર્ણય
આ પણ વાંચો : સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી GTUમાં આ વર્ષે પણ 1240 વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા