મહેસાણામાંથી ઝડપાયેલા ચરસનો કેસ, ચરસનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું

|

Oct 13, 2021 | 4:28 PM

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ- પાલનપુર હાઇવે પરથી ફત્તેપુરા સર્કલ પાસેથી પોલીસે ચરસ ઝડપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ચેકીંગમાં ચરસ ઝડપાયું હતું.તેમજ 15 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી દસ દિવસ અગાઉ ઝડપાયેલા 18 કિલો ચરસનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું છે, જમ્મુના આશિક અલીએ રાજસ્થાનના કિસનગઢમાં ચરસની ડિલિવરી કરી હતી, આ જથ્થો થાણેના મુંબ્રામાં એક શખ્સને પહોંચાડવાનો હતો, ચરસનો મુખ્ય સૂત્રધાર જમ્મુનો પ્રદીપ છે, જેનું મોબાઈલ લોકેશન પઠાણકોટમાં મળ્યું છે, જેના આધારે પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, આ 18 કિલો ચરસના કેસમાં અત્યાર સુધીમાં 4 લોકો ઝડપાયા છે,

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ- પાલનપુર હાઇવે પરથી ફત્તેપુરા સર્કલ પાસેથી પોલીસે ચરસ ઝડપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ચેકીંગમાં ચરસ ઝડપાયું હતું.તેમજ 15 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ શખ્સ કારમાં મુંબઇ તરફ ચરસ લઈને જતાં હતા.

આ સમયે પી એસ આઈ વી. પી. સોલંકીએ વાહન ચેકીંગ દરમિયાન ચરસ ઝડપ્યું હતું. MH 43 X 5909 નંબર ની ઝાયલો કારમાંથી ચરસ નો જથ્થો મળ્યો હતો. તેમજ આ ઘટનાની જાણ થતા મહેસાણા એસઓજી અને એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ આ ત્રણ શખ્સ પાસેથી ચરસનો જથ્થો કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે આ ચરસની ડિલિવરી મુંબઈમાં એઝાઝ સૈયદને આપવાની બાબત કબૂલી હતી. જો કે ચરસનો જથ્થો કયાથી લાવ્યા અંગે કોઇ માહિતી સાંપડી નથી. તેમજ પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી જવા માટે અનેક પ્રકારની તપાસ કરી રહી છે.

Next Video