KHEDA : નડિયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં આરોપીઓએ છઠ્ઠા બાળકને બેંગલુરુમાં વેચવાની કબુલાત કરી

|

Aug 25, 2021 | 4:26 PM

Nadiyad child trafficking case : તપાસમાં સામે આવ્યું હતું કે, બાળ તસ્કરીની મુખ્ય સુત્રધાર માયા દાબલા આણંદના એક ખાનગી સેરોગેસી સેન્ટરમાં પહેલા કામ કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળ તસ્કરી 14 વર્ષથી ચાલતી હોવાનો અંદાજ છે.

KHEDA : નડિયાદમાં ચકચારી મચાવનાર બાળ તસ્કરી મામલે રોજ નવા ખૂલાસા થઈ રહ્યા છે… પોલીસ આરોપીઓના નિવેદન નોંધી રહી છે.. મળતી માહિતી પ્રમાણે છઠ્ઠા બાળકનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું છે… છઠ્ઠા બાળકનો જન્મ અમદાવાદમાં કર્યો હોવાનું સામે આવ્યું છે.અમદાવાદમાં મહિલાની ડિલિવરી કરાવીને બાળકનું વેચાણ બેંગલુરુમાં કર્યું છે. આ તપાસનો રેલો આણંદ પહોંચી શકે છે.કારણ કે, તપાસમાં સામે આવ્યું હતું કે, બાળ તસ્કરીની મુખ્ય સુત્રધાર માયા દાબલા આણંદના એક ખાનગી સેરોગેસી સેન્ટરમાં પહેલા કામ કરતી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળ તસ્કરી 14 વર્ષથી ચાલતી હોવાનો અંદાજ છે માયાએ 2007માં આણંદની ખાનગી સેરોગેસી સેન્ટરમાંથી નોકરી મૂકી હતી અને ત્યારથી જ આ ધંધામાં ઝંપલાવ્યું હતું પરંતુ બીજી તરફ માયા પોતાના કાળા કામ કાયદેસર હોવાનું રટણ કરી રહી છે. પોલીસ આ અંગે અન્ય રાજ્યમાં પણ તપાસ કરી શકે છે.

નડિયાદ બાળ તસ્કરી કેસમાં નડીયાદ કોર્ટે ગત તારીખ 22 ઓગષ્ટના રોજ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે બાળકો વેચવાનું એક મોટુ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને 4 મહિલા આરોપીને ઝડપી નડીયાદ એસઓજી પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેને પગલે કોર્ટે હાલ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો :  AHMEDABAD : SOU ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધની MLA છોટુ વસાવાની અરજી હાઇકોર્ટે ફગાવી

આ પણ વાંચો : SURAT : પુણા હનીટ્રેપ કેસમાં બે આરોપીઓની ધરપકડ, કુલ 9 આરોપીઓની સંડોવણી સામે આવી

Published On - 4:20 pm, Wed, 25 August 21

Next Video