સુરેન્દ્રનગર જીલ્લાના નાગડકા ગામે રહેતા ચાપરાજભાઇ ભીખુભાઇ બોરીચા ઉ. વર્ષ 37 ખેતીનો વ્યવસાય કરે છે. અને સાથે સાથે પેસેન્જર વાહન ચલાવી અને નાગડકાથી બોટાદ વચ્ચે મુસાફરોને ફેરા કરતા હોઇ છે. મરણ જનાર ચાપરાજભાઇ સવારના સમયે નાગડકા ગામેથી મુસાફરો ભરી અને બોટાદ બાજુ જવા નીકળ્યા હતા. ત્યારે હજુ નાગડકા ગામેથી બહાર નીકળ્યા ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે આરોપીએ ચાપરાજભાઇને આતરી અને તેમની પર આડેધડ તમંચા વડે ફાયરીંગ કરી અને કારમાં ફરાર થઈ જતા નાના એવા ગામમાં દેકારો બોલી ગયો હતો.
અને ચાપરાજભાઇને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તપાસ હાથ ધરી અને મરણ જનારના ભાઇની ફરીયાદ લવાની તજવીજ હાથ ધરી હતી. અને નાગડકા ગામે કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
મરણ જનારના ભાઇની પોલીસે ફરીયાદ લેતા ફરીયાદીએ જણાવેલ કે તેમના ભાઇ ચાપરાજભાઇ સવારના સમયે પોતાની પેસેન્જર વાહન લઇ અને મુસાફરો બેસાડી નાગડકાથી બોટાદ તરફ જવા નીકળ્યા હતા. ત્યારે તેમની ગાડી આતરી અને કાર લઇને આવેલ આરોપી અને તેમના કૌટુંબીક ભાઇ આરોપી લખુભાઇ પુંજાભાઇ ખાચર ઉર્ફે લખુ આપાએ તંમચા વડે ફાયરીંગ કરી અને તેમના ભાઇને જીવલેણ ઈજાઓ કરતા તેમનું મોત થયું હતું. અને આરોપી અને તેમની સાથેના બે અન્ય આરોપીઓ ફરાર થયા હતા.
આ ફાયરીંગ કરવાનું અને મોત નિપજાવવાનું કારણ તેમને અને તેમના કુટુંબીજનો વચ્ચે છેલ્લા ચાલીસ વર્ષથી જમીનની તકરાર ચાલતી હતી. જેનું મનદુખ રાખી અને આરોપીએ ફાયરીંગ કરી અને તેમના ભાઇ ચાપરાજભાઇનુ મર્ડર કરેલ છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ ભાઇ ભાઇ વચ્ચે જમીનની તકરારમાં એક ભાઇને જીવ ખોવાનો વારો આવ્યો. તો બીજા ભાઇને હવે ભાઇની હત્યા માટે જેલમાં જવું પડશે. પરંતુ હવે આ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસ ક્યારે ઝડપે છે અને કાયદો આરોપીને હત્યા માટે શુ સજા આપે છે તે જોવું રહ્યું.