Surat : સેન્ટ્રલ મોલમાંથી ચોર દિવાળી કરી ગયો, જુના કપડાં પહેરી અંદર આવ્યો અને બ્રાન્ડેડ કપડાં બુટ પહેરી ભાગી ગયો

|

Nov 03, 2021 | 6:11 PM

જોકે ચોર દ્વારા કરાયેલી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બનાવને પગલે સેન્ટ્રલ મોલના ઓપરેશનલ મેનેજરે સ્ટોર ખોલતા તેઓને ચોરીની જાણ થઇ હતી. જેથી આ મામલે તેઓએ સ્ટોર મેનેજર નિકુંજ શાહને જાણ કરવાની સાથે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બનાવને પગલે ઉંમર પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. 

Surat : સેન્ટ્રલ મોલમાંથી ચોર દિવાળી કરી ગયો, જુના કપડાં પહેરી અંદર આવ્યો અને બ્રાન્ડેડ કપડાં બુટ પહેરી ભાગી ગયો
Surat: Thief enters Central Mall wearing old clothes and runs away wearing branded clothes and boots

Follow us on

સુરતના પીપલોદ (piplod ) વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં(central mall ) મોડી રાત્રે ચોરે હાથ ફેરો કર્યો હતો. સેન્ટ્રલ મોલના પાછળના ભાગના દરવાજાને તોડી અંદર પ્રવેશેલા ચોરે  મોંઘીદાટ ઘડિયાળ, કપડાં, બ્રાન્ડેડ શૂઝ સહીત 2.73 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયો હતો. 

બનાવને પગલે સવારે મોલના ઓપરેશનલ મેનેજરને જાણ થતા તેઓએ આ મામલે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બાદમાં તેઓએ આ મામલે ઉમરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોર સામે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પીપલોદ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલને કોઈ ચોર ઇસામે નિશાન બનાવ્યો હતો. સેન્ટ્રલ મોલના પાછળના ભાગનો દરવાજો કોઈ સાધન વડે તોડી એક ચોરે અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં મોલમાં અલગ અલગ સ્ટોરમાંથી બ્રાન્ડેડ કપડાં, ઘડિયાળ, શૂઝ, સપોર્ટ સૂઝ, જેકેટ, બ્લેઝર, વિન્ટર વેર સહિતનો બ્રાન્ડેડ માલ મળીને કુલ 2.73 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે ચોર દ્વારા કરાયેલી ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. બનાવને પગલે સેન્ટ્રલ મોલના ઓપરેશનલ મેનેજરે સ્ટોર ખોલતા તેઓને ચોરીની જાણ થઇ હતી. જેથી આ મામલે તેઓએ સ્ટોર મેનેજર નિકુંજ શાહને જાણ કરવાની સાથે મોલના વહીવટકર્તાઓ જાણ કરી હતી. બનાવને પગલે ઉમરા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

ચોર નવા કપડાં પહેરી ગયો 
સેન્ટ્રલ મોલમાં ચોરી કરવા આવેલો ચોર ચોરી કરતી વેળાએ પોતે પહેરેલા કપડાં ત્યાં કાઢી નાંખ્યા હતા અને બાદમાં બ્રાન્ડેડ કપડાં પહેરી લીધા હતા. જોકે ઉતાવળમાં પોતે પહેરેલા કપડામાંથી સામાન કાઢવાનું ભૂલી ગયો હતો. આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગઈ હતી.

જુના કપડામાંથી આઈકાર્ડ મળ્યો 
આ ચોરે નવા કપડાંની લાલચમાં આવીને પોતે પહેરેલા જુના કપડાં કાઢીને નવા કપડાં પહેરી લીધા હતા. પરંતુ તેમાંથી સામાન કાઢવાનું ભૂલી ગયો હતો. જેથી પોલીસના હાથમાં તેનું આઈકાર્ડ આવી ગયું હતું. આ આઈકાર્ડ કોઈ સિક્યોરિટી એજન્સીનું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તે જમા લઈને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો

આ પણ વાંચો : Surat : ધનતેરસે મા લક્ષ્મીની કૃપા સુરતના જવેલર્સને ફળી, એક જ દિવસમાં અંદાજિત 125 કરોડનો વેપાર થયો

Published On - 4:55 pm, Wed, 3 November 21

Next Article