SURAT: ચોકીદારે જ ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી

|

Apr 01, 2022 | 3:48 PM

સચીન જીઆઈડીસી રોડ પર આવેલી ગોવર્ધન સિલ્ક મિલના માલિક સાથે સિક્યુરિટી ગાર્ડે લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં એકલા બેઠેલા શેઠના ગળા પર સિક્યુરિટી ગાર્ડે કોયતો રાખીને ભય બતાવી લૂંટ ચલાવી હતી.

SURAT: ચોકીદારે જ ઓફિસમાં એકલા બેઠેલા માલિકને લૂંટ્યા, ગળે કોયતો રાખીને 6 લાખની લૂંટ ચલાવી
watchman robbed the owner in SURAT

Follow us on

Surat: સચીન જીઆઈડીસી રોડ પર આવેલી ગોવર્ધન સિલ્ક મિલના માલિક સાથે સિક્યુરિટી ગાર્ડે લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં એકલા બેઠેલા શેઠના ગળા પર સિક્યુરિટી ગાર્ડે કોયતો રાખીને ભય બતાવી લૂંટ ચલાવી હતી. ઓફિસમાં મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને અપહરણ કરવાની કોશિષ કરી હતી. મૂળ હરિયાણાનો સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો. બનાવ સંદર્ભે સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

ચપ્પુની અણીએ લૂંટ

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર પાંડેસરામાં આવેલી ગ્રુપ ઓફ સિક્યુરિટી કંપનીને ગોવર્ધન સિલ્ક મિલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સવાર અને રાત એમ બે પાળીમાં ગાર્ડ આવતાં હતાં. ત્યારે છેલ્લા છ સાત મહિનાથી આરોપી સુમિત રામકુમાર શર્મા નોકરી પર આવતો હતો. 31મી માર્ચના રોજ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી મિલના માલિક પ્રવિણભાઈ વલ્લભભાઈ બાબરીયા એકલા જ હતાં. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સુમિત શર્મા ઓફિસમાં ઘુસી આવ્યો હતો અને બાદમાં મીલ માલિક ચપ્પુ બતાવીને 6 લાખની લૂટ ચલાવી હતી.

જીઆઈડીસીમાં સિક્યુરિટી દ્વારા લૂંટનો પ્રથમ બનાવ

સચીન જીઆઈડીસીના પ્રમુક મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, રક્ષણ માટે સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે. પરંતુ રક્ષક જ ભક્ષક બન્યા હોય તે રીતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હોવાનું જીઆઈડીસીમાં પહેલો બનાવ બન્યો છે. આવા તત્વો સામે પોલીસ ઝડપથી આકરી કાર્યવાહી કરી આરોપીને પકડી કડક પગલાં લે તેવી માગ કરાઈ છે.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત