SURAT: માથાભારે ઇસ્માઇલ પેઈન્ટર ગેંગનો આતંક, રાંદેરમાં જૂના ઝઘડાની અદાવતમાં 4 મિત્રો પર જીવલેણ હુમલો

|

Jan 08, 2022 | 5:26 PM

ચારેય મિત્રોને ઘેરી લઇ બે યુવકોને ઉપરાછાપરી સંખ્યાબંધ ઘા મારી બંનેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી. બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

SURAT: માથાભારે ઇસ્માઇલ પેઈન્ટર ગેંગનો આતંક, રાંદેરમાં જૂના ઝઘડાની અદાવતમાં 4 મિત્રો પર જીવલેણ હુમલો
રાંદેરમાં જૂના ઝઘડાની અદાવતમાં 4 મિત્રો પર જીવલેણ હુમલો

Follow us on

સુરત (Surat) માં કોઝવેથી રાંદેર (Rander) તરફ ગતરોજ ચાર મિત્રો બે બાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે માથાભારે ઈસ્માલ પેઈન્ટર તેના મળતિયા સાથે તલવાર, ધારિયા તથા ચપ્પુ જેવા ઘાતક હથિયારો (Weapons) સાથે ધસી આવ્યો હતો અને ચાર મિત્રોને ઘેરી લઇ ઘાતકી હુમલો (Brutal attack) કરી દીધો હતો. જે પૈકી બે યુવકોને ઉપરાછાપરી સંખ્યાબંધ ઘા મારી બંનેની હત્યાની કોશિશ કરવામાં આવી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવની વિગત એવી છે કે રાંદેરમાં અસ્ફાક ગેંગ અને પેઈન્ટર ગેંગ (Gang) વચ્ચે અવારનવાર ખૂની ખેલ ખેલાય છે. ગતરોજ માથાભારે અસ્ફાક નાસિર શેખ તેના મિત્રો સાથે ગુલઝાર કોમપ્લેક્ષમાં જેકેટ લેવા માટે ગયો હતો. આ સમયે માથાભારે ઈસ્માલ પેઇન્ટરનો સાળો સાહિલ ત્યાં આવતા અસ્ફાકે  તેને અટકાવી તારો બનેવી ક્યાં ભાગતો ફરે છે તેમ કહ્યું હતું. જેથી જે તે સમયે સાહિલ ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં અસ્ફાક અને તેના ત્રણ મિત્રો બે બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. ચારેય મિત્રો સાંજના પાંચ વાગ્યાના અરસામાં કોઝવે સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માથાભારે ઈસ્માઇલ પેન્ટર, માહિર શેખ, સાજીદ પ્રેસ ,સાહિદ કાલીયા તથા બીજા ચારથી પાંચ ઈસમો બાઈક પર હાથમાં તલવાર તથા ધારિયું તેમજ બીજા ઘાતક હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બંને બાઈક અંતરી ઈસ્માઇલ પેન્ટર તેમજ સાજીદ પ્રેસએ તેમની પાસેની તલવારથી અસ્પાકને માથાના પાછળના ભાગે, ડાબા કાનના નીચે ભાગે, છાતીના ઉપર ડાબી સાઇડે, ડાબા હાથના ખભાના પાછળના ભાગે ,પીઠના પાછળના ભાગે તેમજ ડાબા હાથના કાંડા ઉપરના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ઉપરાંત તેના મિત્ર સાજીદ અબ્દુલને માથાભારે માહિર શેખ તથા સાજીદ કાલીયાએ ભેગા મળી તેના જમણા હાથના બાવડાના ભાગે તલવારનો ઘા મારી દીધા હતા. તેમની સાથેના બીજા અજાણ્યા ઈસમોએ જાનથી મારી નાખવાના ઈરાદે તલવાર તથા ધારિયુ તથા બીજા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી સાજીદને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે બંને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અસ્ફાકની ફરિયાદ લઇ ઈસ્માઇલ પેઈન્ટર, માહિર શેખ, સાજિદ પ્રેસ, સાહિદ કાલીયા તથા તેઓની સાથેના બીજા ચારથી પાંચ ઈસમો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અસ્ફાક અને ઇસ્માઇલ પેઈન્ટર બંને ગેંગ ચલાવે છે અને બંનેની ગેંગ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થાય છે. અગાઉ અસ્ફાક દ્વારા પણ ઈસ્માઈલની ગેંગ પર હુમલાઓ કરવામાં આવ્યા છે અને ઇસ્માઇલ દ્વારા પણ અસ્ફાકની ગેંગ પર ઘાતકી હુમલાઓ કરવામાં આવ્યા છે. બંને ગેંગ પર સામસામે પાંચથી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત

આ પણ વાંચોઃ CM એ અમદાવાદ-રાજકોટ હાઇવેના કામોનું નિરીક્ષણ કર્યુંઃ કાફલો રોકાવીને એવું કર્યું કે લોકો જોતા રહી ગયા

Next Article