સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવીને યુવતીને ઘરમાં દબાણ કરીને ચોરી કરાવતો હતો. આખરે યુવતી કંટાળીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા આખો મામલો બહાર આવ્યો. અને, જહાંગીરપુરા પોલીસે સ્ટેશનમાં છેડતીની ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી.
હાલની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિને જોવો તો તે કોઈને કોઈ આધુનિક ગેજેટ સાથે વ્યસ્ત હોય છે. સોસીયલ મીડિયા પાછળ લોકો એટલા વ્યસ્ત હોય છે કે પોતે શું કામ કરતા હોય છે તે પણ ખ્યાલ હોતો નથી. આમ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થિનીને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ તેને બ્લેકમેઇલ કરી કરતો હતો. સાથે યુવકના અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આખરે આ તમામ ત્રાસને લઈ એક વખત વિદ્યાર્થિની ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાદમાં મળી આવતાં તેણે પરિવારને તમામ હકીકત જણાવતાં પરિવાર ચોકી ઉઠ્યો હતો.
આમ તો આ કિસ્સો માતાપિતા માટે અને ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. નહીં તો આવા ઇસમોને લઈને વિદ્યાર્થીઓ કોઈ ઊંધું પગલું ભરી લેતાં કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જહાંગીરપુરામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે જે ગત સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર ધ્રુવ પ્રકાશ સુરતી નામના યુવક સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે મેસેજથી વાતો કરવામાં આવી અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો.સોશિયલ સાઇટ પર વિદ્યાર્થિનીએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો.
તેના આધારે ધ્રુવે બ્લેકમેઇલ કરીને રૂપિયા માગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા.એક વાર બે વાર પણ વારંવાર રૂપિયા માગતા વિદ્યાર્થિની હેરાનપરેશાન થઈ ગઈ હતી. બાદમાં વિદ્યાર્થિનીએ ધૂર્વને બોલવાનું બંધ કરતા છતાં કોઈને કોઈ બીજા આઈડી મારફતે વિદ્યાર્થિની પાસે રૂપિયા માગતો હતો. એ ઉસમ અને બાદમાં બ્લેકમેઇલિંગને કારણે વિદ્યાર્થિની ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ત્યાં અચાનક બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઈ હતી. જેથી પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરી સોસાયટીના બગીચામાં બેસી રહી હતી. બીજા દિવસે મળી હતી. પછી પરિવારને તમામ હકીકત જણાવી હતી.
આમ વિદ્યાર્થિની પોતાની સાથે બનેલી હકીકીત પરિવારને જણાવતાની સાથે પરિવાર જહાંગીપુરા પોલીસ સ્ટેશન પહોંચી આ યુવક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધી. તાત્કાલિક ગંભીરતાથી લઈ જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે લઈને તપાસ શરૂ કરી છે.
Published On - 12:47 pm, Tue, 28 September 21