SURAT : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGએ દબોચ્યો, જાણો અગાઉ કેટલાની ધરપકડ થઇ છે ?

Surat Crime News : શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યોવિરુદ્ધ ડિંડોલી પોલીસે અગાઉ Gujctocનો ગુનો નોંધ્યો હતો, જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.

SURAT : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGએ દબોચ્યો, જાણો અગાઉ કેટલાની ધરપકડ થઇ છે ?
Surat SOG arrested banti gang leader Kailash Patil under gujctoc
| Edited By: | Updated on: Jan 04, 2022 | 2:44 PM

ગુજરાતમાં સૌથી વધુ Gujctocના ગુના સુરતમાં જ નોંધાયા હશે. આવી પ્રજાને રંજાડતી ગેંગના માણસોમાંથી કેટલાક જેલમાં છે અને કેટલાક ગાયબ છે.

SURAT : શહેરમાં ગંભીર ગુના આચરતી કેલિયા આંબા બંટી ગેંગના મુખ્ય સુત્રધાર કૈલાસ પાટીલને SOGની ટીમે જલગાંવના પારોલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને ત્યાંથી દબોચી લીધો હતો. Gujctoc અંતર્ગત આ ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં અગાઉ તેના 11 સાગરિતતોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યાં છે. જયારે મુખ્યગેંગ લીડર કૈલાસ પાટીલ નાસતો ફરતો હતો.

સુરત શહેરમાં પોલીસ દ્વારા શહેર SOG પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ગંભીર ગુના આચરી શહેરની પ્રજાને રંજાડતી કેલિયા આંબા બંટી ગેંગના 14 સભ્યોવિરુદ્ધ ડિંડોલી પોલીસે અગાઉ Gujctocનો ગુનો નોંધ્યો હતો, જે પૈકીના 11 સાગરિતોની ધરપકડ પણ કરી હતી.

સોંપવામાં આવેલી તપાસના આધારે SOGની ટીમના ASI જલુભાઈ દેસાઇ અને અશોક લુનીને ખાનગી રાહે માહીતી મળી જેના આધારે ટેકનિકલ મદદથી જાણકારી મેળવી હતી કે આ ગેંગનો મુખ્ય લીડર આરોપી કૈલાસ ઉર્ફે કેલિયા આધાર પાટીલ જલગાંવ જિલ્લાના પારૂલા તાલુકાના મંગરૂળ ગામ ખાતે રહેતા સંબંધીને મળવા આવવાનો છે.

આ બાતમીના આધારે સુરત શહેર SOG દ્વારા રવાના કરાયેલી ટીમે જલગાંવ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ટ્રેપ ગોઠવી કૈલાસ પાટીલને દબોચી લીધો હતો. બાદ આજરોજ 4 જાન્યુઆરીએ તેને સુરત લાવવામાં આવ્યો હતો.જેનેકોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ Gujctocના ગુના સુરતમાં જ નોંધાયા હશે. આવી પ્રજાને રંજાડતી ગેંગના માણસોમાંથી કેટલાક જેલમાં છે અને કેટલાક ગાયબ છે જેથી શાંતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Surat Metro Rail: દેશમાં ચેન્નાઇ બાદ બીજું અંડરગ્રાઉન્ડ સ્પ્લિટ સ્ટેશન સુરતમાં બનશે, જાણો વિગત

આ પણ વાંચો : SURAT : ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો

 

Published On - 2:36 pm, Tue, 4 January 22