સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં થાઇલેન્ડની એક મહિલા અને એક યુવક કઢંગી હાલમાં ઝડપાયા હતા. સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં ચાલતા બ્લેક પલ થાઈ સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.
પોલીસના દરોડામાં 6 થાઇ મહિલાને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે સ્પા સેન્ટરના સંચાલક હરેશ બારૈયાની થાઇલેન્ડ ગર્લફ્રેન્ડ યુવતીઓ સપ્લાય કરતી હતી. આ દરોડામાં રોકડ રકમ , આઈફોન મોબાઈલ મળી કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
સ્પામાં દરોડા પાડીને સ્પાના સંચાલક સંતોષ મોરેની ધરપકડ કરવામાં આવી હતી અને હરેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરોડામાં મહિલાઓ સાથે ત્રણ ગ્રાહકો પણ ઝડપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાના સંચાલકની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ જે થાઈલેન્ડની યુવતીઓ સપ્લાય કરતી હતી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે 3 રૂમમાં મહિલાઓ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
થાઈલેન્ડની યુવતીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ સુરતમાં યુવતીઓની સપ્લાય કરતી હતી. હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા. થાઈલેન્ડની મહિલાઓ પાસે દેહવેપાર કરાવી ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા. જેમાંથી 1000 રૂપિયા થાઈલેન્ડની મહિલાઓને આપવામાં આવતા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…