Surat: ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ પર PCB ત્રાટકી, લાખોનો મુદ્દામાલ જપ્ત

|

Jun 30, 2021 | 11:06 PM

Crime: સરથાણા પુણા ગામ વિસ્તારમાં અને સુરત જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં બાયો ડીઝલના પંપ ચાલી રહ્યા છે અને ક્યાંક સરકારી કર્મચારીઓની મીઠી નજર હેઠળ ચાલતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

Surat: ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ પર PCB ત્રાટકી, લાખોનો મુદ્દામાલ જપ્ત
ગેરકાયદેસર બાયો ડીઝલ પંપ - ફાઇલ ફોટો

Follow us on

Surat: ગુજરાતમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે, તેને લઈ આમ જનતાને ભારે મુશ્કેલી પડી રહી છે. જેનો લાભ લઈ સુરત શહેરમાં કેટલાક ઈસમો દ્વારા બાયો ડીઝલ ગેરકાયદેસર ઓછા ભાવમાં લોકોને વેચીને છેતરી રહ્યા છે. આ બાતમી મળતાની સાથે સુરત PCB દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ચાર બાયો ડીઝલ પંપ પર રેડ કરી ગેરકાયદે બાયો ડીઝલ વેચતા લોકોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

બાયો ડીઝલની આડમાં ગેરકાયદેસર બેઝ ઓઈલના વેચાણ સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ બેઝ ઓઈલનો વપરાશ કોસ્મેટિક અને ઓઈલના વ્યવસાયમાં કરવામાં આવે છે. જર જેટ્રોપા એટલે કે રત્નજ્યોત નામની વનસ્પતિ અને ફરસાણના વપરાયેલા તેલમાંથી પ્રોસેસ કરી બનાવવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

બાયો ડીઝલના નામે ગેરકાયદેસર કેમિકલના ઈંધણથી પર્યાવરણને મોટું નુકશાન થઈ રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશનરને આ માહિતી મળતાની સાથે PCB ટીમને સૂચના કરતા તાત્કાલિક 4 ટીમો બનવી સરથાણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બેઝ ઓઈલના વેચાણ પર રેડ કરતા ભાગદોડ મચી હતી. બીજા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના પંપો પર સનાટ્ટો વ્યાપ્યો છે.

 

PCB દ્વારા રેડ કરતા એક બાયો ડીઝલ પંપ પર તો મોટા પ્રમાણમાં આ બાયો ડીઝલનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે બાયો ડીઝલ ભરેલા મસ મોટા ટાંકાઓ ઝડપાયા હતા. સાથે જ સુરત કલેકટરના નેજા હેઠળ આ બાબત આવતી હોય તો શું સુરત કલકેટર અને પુરવઠા અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે. આ બાયો ડીઝલ મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં ચાલતી ટ્રકો અને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચે ચાલતી લકઝરી બસોમાં આ વાપરવામાં આવે છે.

 

સુરતના સરથાણા પુણા ગામ વિસ્તારમાં અને સુરત જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં બાયો ડીઝલના પંપ ચાલી રહ્યા છે અને ક્યાંક સરકારી કર્મચારીઓની મીઠી નજર હેઠળ ચાલતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બાયો ડીઝલના વેચાણ પર જાગૃત નાગરિકો અને પેટ્રોલ પંપ સંચાલકો પ્રતિબંધ મુકવા માંગ કરી રહ્યા છે.

 

ડીઝલના ભાવ વધતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કેમિકલ યુક્ત બાયો ડીઝલનું વેચાણ ખુબ જ વધી રહ્યું છે. ડીઝલની કિંમત હાલ 93 રૂપિયા લીટર આસપાસ છે. જ્યારે કેમિકલ બાયો ડીઝલ 65 રૂપિયાથી લઈ 72 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા તેને લઈ દક્ષિણ ગુજરાત પેટ્રોલ ઓનર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવાયો હતો.

આ પણ વાંચો : Vaccination : ગુજરાતમાં 41 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, કુલ ડોઝ બે કરોડને પાર

Next Article