Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર

|

Apr 08, 2023 | 9:40 AM

અલ્તાફ  અગાઉ ઘણી વખત આ પ્રકારે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે  અને પુનઃ આ પ્રકારે જ ગૌવંશની કતલો કરવામાં આવતી હોય છે. જેને પગલે આ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર

Follow us on

સુરતમાં ગૌવંશ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ચોક બજારમાં ગૌરક્ષકોએ સ્થાનિક પોલીસ સાથે મળીને કુખ્યાત કસાઇ અલ્તાફ પૂંઠાવાલાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમ્યાન પોલીસને દરોડાના સ્થળેથી 1800 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું.

અલ્તાફ પૂંઠાવાલાએ તેમના જ ઘરમાં 8 જેટલી નિર્દોષ ગાયોની કતલ કરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે એક વાછરડાને બચાવવામાં પોલીસ અને ગૌરક્ષકોને સફળતા મળી હતી. પોલીસે 5 લાખ થી વધુનો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D

સુરત ચોક બજારમાં પોલીસે કરી  રેડ

પોલીસે સુરતના  ચોક બજાર વિસ્તારમાં આવેલા કસાઈ અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં દરોડા પાડયા ત્યારે પોલીસ અને ગૌરક્ષકોને જોઈને અલ્તાફ પૂંઠાવાલા સહિતના આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે ગૌરક્ષકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. નિર્દોષ ગૌવંશોની હત્યા કરીને અઢળક કમાણી કરતાં આરોપી પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી થાય અને તેમના ગેરકાયદે મકાન પર પાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

આ પણ વાંચો:

કુખ્યાત કસાઇ અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં ગૌરક્ષકો અને પોલીસનો દરોડો

મહત્વનું છે કે આરોપી અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં અગાઉ પણ ગૌવંશની હત્યાને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઈને અલ્તાફ પૂંઠાવાલા દર વખતે છૂટી જાય છે. અલ્તાફ  અગાઉ ઘણી વખત આ પ્રકારે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે  અને પુનઃ આ પ્રકારે જ ગૌવંશની કતલો કરવામાં આવતી હોય છે. જેને પગલે આ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article