Surat: કાનપુરથી બેસી ઉદ્યોગકર્મી ટ્રેનમાં (Train Crime) સુરત આવી રહેલી એક મહિલા મુસાફર સાથે કોચમાં કેટલાક યુવકોએ સીટ બાબતે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં મહિલા જયારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર ઉતરી હતી ત્યારે તેને રિસીવ કરવા માટે આવેલા પતિ સહીત બે વ્યક્તિઓ ઉપર અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યા હતા.
આ બનાવમાં એલસીબીની એક ટીમે ગણતરીના કલાકોમાં જ ગુનામાં સંડોવાયેલા ચાર રત્નકલાકારોની ધરપકડ કરી લીધી છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વિગતે જણાવીએ તો ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉપર બે દિવસ પહેલા કેટલાક તત્વો દ્વારા ચાપ્પુ જેવા હથિયારો વડે ખુલ્લેઆમ ઉત્પાત મચાવવામાં આવ્યો હતો. ચાંદની નામની મહિલા મુસાફરના પતિ ચન્દ્રશેખર સીંગ અને તેના મિત્ર પુનિત સીંગ ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને સુરત રેલ્વે પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસ શરુ કરી હતી.તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પશ્ચિમ રેલ્વે સુરત,વડોદરા -યુનિટ (જીઆરપી ) ની એક ટીમે મળેલી બાતમીના આધારે આરોપી પવનસિંહ રાજનરાય સિંહ, કામતાનાથ ઉર્ફે સોનુ ઉર્ફે ગોલુ બ્રજકીશોર ઠાકુર, વિવેકસીંહ રામાવતાર સિંહ અને વિશાલ સિંહ ઉર્ફે સાગર કપ્તાનસિંહ ઠાકુરની ધરપકડ કરી છે.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે ચારે આરોપીઓ કતારગામ ખાતે આવેલ પ્રભુનગરમાં રહે છે અને તમામ રત્નકલાકારો છે. આરોપીઓએ પોતાનો ગુનો કબૂલો લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ જે ચપ્પુ વડે હુમલો કર્યો હતો તે ભેસ્તાન સ્ટેશન પાસે જ ફેંકી દીધા છે, જે કબ્જે કરવાનું બાકી છે. બે દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: વલ્લભીપુરની ટીમનો સબ જુનિયર હોકી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ એક્કો, હવે દિલ્હીમાં બતાવશે કાંડાનું કૌવત
આ પણ વાંચો: ગાંધીનગરઃ પેપર લીક મુદ્દે AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ, નેતાઓની અટકાયત
Published On - 3:31 pm, Mon, 20 December 21