Surat: લોકોને છેતરતી ગેંગ થઈ સક્રિય, મહિલાને ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પધરીવી કરાઈ 4.20 લાખની છેતરપિંડી

સુરત શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે. દિવાળી આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે.

Surat: લોકોને છેતરતી ગેંગ થઈ સક્રિય, મહિલાને ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ પધરીવી કરાઈ 4.20 લાખની છેતરપિંડી
પ્રતિકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:35 PM

સુરત શહેરમાં ફરી એક વખત લોકોને છેતરતી ગેંગો સક્રિય થઈ રહી છે. દિવાળી આવતાની સાથે સોસાયટીઓમાં મહિલાઓ કોઈને કોઈ બહાને આવી ચિટિંગ કરતી હોય છે. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં સોનાના નામે પિત્તળ પધરાવનાર એક મહિલા ઝડપાઈ, 3.14 લાખ કબજે, નકલી સોનું પણ તપાસ માટે કબજે કરવામાં આવ્યું છે.

દિવાળી અને બીજા તહેવારો નજીક આવતાની સાથે શહેરમાં મહિલાઓની ચિટિંગ કરતી ગેંગ સક્રિય થતી હોય છે. ત્યારે સુરતમાં પણ ઘરકામ કે પછી કોઈ ને કોઈ બહાને સોસાયટીમાં જોઈને ઘરમાં કોઈ ન હોય ત્યારે ધરમાંથી હાથ ફેરો કરી ફરાર થઈ જતી હોય છે. આવી જ મહિલા ગેંગ દ્વારા સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

શહેરના ઉમરા અને ખટોદરા વિસ્તારમાં પણ આવી રીતેજ મહિલાઓ નોકરાણી તરીકે રહી ધરમાંથી દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ત્યારે કાપોદ્રામાં પિતળની બિસ્કિટને ખરા સોનાના બિસ્કીટ કહીને 4.20 લાખ રૂપિયામાં વેચીને છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. છેતરપિંડી કરનારી બે પૈકી એક રેખા કિરણ ઉગરેજિયાની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

થોડા દિવસ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં આવેલ જવાહર રોડ પર નિલકંઠ સોસાયટીમાં રહેતી હંસાબેન ધીરુભાઈ માંગુકિયાના ઘરે બે મહિલાઓ આવી હતી. બપોરના સમયે બે મહિલાઓ આવી હતી જે મહિલાઓ કહ્યું કે, અમારા ઝુપડાની બાજુમાં ખાડો ખોદતી વખતે માટીના ઘડામાંથી સોનાની બિસ્કિટ નીકળ્યા છે. અને હંસાબેન પણ ભોળવાઈ ગયા કારણ કે, આ લોકોને કોઈ વધુ ખ્યાલ નથી અને તેમની પાસે રહેલ સોનાની બિસ્કિટ સસ્તામાં લઇ લઉં પણ આખી વાત કાંઈક અલગજ નીકળી. જેમાં કહેવત પ્રમાણે કે જ્યાં લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા મરતા નથી તે વાત અહીં સાકાર થઈ રહી છે.

આમ હંસાબેન તાત્કાલિક તેમના જમાઈ વિશાલ ગાબાણી પાસેથી રૂપિયા લઈને મહિલાઓને આપીને તેમની પાસેથી સોનાના બિસ્કિટો લીધા હતા 4.20 લાખ રૂપિયા આપ્યા અને ડુપ્લીકેટ સોનાના બિસ્કિટ ખરીદી લીધા. બાદમાં બીજા દિવસે ખ્યાલ આવ્યો કે, મહિલાઓ આપેલા બિસ્કિટ ખોટા છે તો તાત્કાલિક પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ચિટિંગ કરનાર એક મહિલાની ધરપકડ કરી છે.

 

આ પણ વાંચો: ઇઝરાયેલી સેનાએ ગાઝા ગટ્ટી પર ફરી કર્યો હવાઈ હુમલો, હમાસના સ્થળોને નિશાન બનાવ્યા, શું ફરીથી યુદ્ધ થશે?

આ પણ વાંચો: IND vs ENG: રોહિત શર્મા ન કરી શક્યો એ કામ વિદેશમાં કેએલ રાહુલે કર્યું, ઓપનર તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી