SURAT : કારના સ્પેરપાર્ટની ચોરી કરતી ગેંગ સક્રિય, ચાર ઇકો કારમાંથી થઈ ચોરી

SURAT : શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી માત્રને માત્ર ઇકો ગાડીમાંથી કોઈ ટોળકી દ્વારા સાઇલેન્સરની ચોરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ કેટલાક ગાડીઓમાંથી સાઇલેન્સરની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી ચુકી છે.

SURAT : કારના સ્પેરપાર્ટની ચોરી કરતી ગેંગ સક્રિય, ચાર ઇકો કારમાંથી થઈ ચોરી
કાર સ્પેરપાર્ટસ ચોરી કરતી ગેંગ સક્રિય
| Edited By: | Updated on: Jul 02, 2021 | 4:11 PM

SURAT : શહેર પોલીસને અનેક પડકારો વચ્ચે વધુ એક પડકાર સામે આવ્યો છે. આમ તો કોઈને ધ્યાને ન જાય પણ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં એક પ્રકારની ચોરીની વારદાત બની રહી છે. આ ચોરીમાં કોઈ ચોક્કસ સામગ્રીની ચોરી થાય ત્યારે પોલીસ માટે મહત્વનું બની જતું હોય છે.

ત્યાં શહેરમાં વધુ ચાર ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં સલાબતપુરા, કાપોદ્રા સાઈલેન્સરની ચોરી કરી જાણે સાઈલેન્સરમાંથી કોઈ સ્માર્ટ ચોરી અને મહિધરપુરામાં પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ કરી એક પછી એક ચોરી કરી રહ્યાં છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી માત્રને માત્ર ઇકો ગાડીમાંથી કોઈ ટોળકી દ્વારા સાઇલેન્સરની ચોરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ કેટલાક ગાડીઓમાંથી સાઇલેન્સરની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી ચુકી છે. ત્યારે વધુ ચાર ઇકો કારમાંથી સાઈલન્સરની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આપણે સાંભળતા આવ્યા છીએ કે કાર ચોરી કે સ્પેશ્યલ બાઈક ચોર કે પછી મોંઘી કારના લોગોની ચોરી કરવામાં આવતી હોય છે. પણ આ ટોળકી માત્રને માત્ર ઇકો કારની સાઈલન્સરની ચોરી કરી રહી છે. જેથી પોલીસ માટે પણ આ ટોળકી પકડવી પડકાર રૂપ છે. આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 10 જેટલી ઇકો કારમાંથી માત્રને માત્ર સાઈલન્સરની ચોરી કરી છે.

કાપોદ્રા વિસ્તારમાં ગત 27 તારીખના રોજ રસોયાનું કામ કરતા કાનસિંહભાઈ ડામોરે પોતાની કાર કાપોદ્રા સાગર સોસાયટીની વાડીની બાજુમાં રોડ પર પાર્ક કરી હતી. તે દરમ્યાન કોઈ ટોળકી કે ચોર દ્વારા ઇકો કારમાંથી સાઇલેન્સેસરની ચોરી થઈ હતી. આજ તારીખે પણ સલાબતપુર વિસ્તારમાંથી બેગમપુરા રહેતા ફહદ સૌયદ પણ પોતાની ઇકો કાર ઘરની બહાર પાર્ક કરી હતી.

ત્યારે કોઈ ચોર દ્વારા ઇકો કારના સાઈલન્સરની ચોરી કરી હતી. બીજી બાજુ ગઈકાલે રાત્રે મહિધરપુરા વિસ્તારમાં ઘર બહાર પાર્ક કરેલી ઇકો કાર રોડ પર પાર્ક કરી હતી. રાત્રીના સમયે કોઈ ઈસમો દ્વારા માત્રને માત્ર સાયલેન્સરની ચોરી કરવામાં આવી. હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પણ આ ટોળકીને પકડવા માટે ચોક્કસ નજર કેન્દ્રિત કરી તપાસ શરૂ કરી છે. આ ટોળકીને કેટલા સમય પકડશે તે સવાલો ઉભા થયા છે.