Surat : બમરોલીમાં ગ્રે કાપડના વેપારી સાથે 75 લાખની છેતરપિંડી, ઠગબાજ વેપારીએ દલાલ સાથે મળી ગ્રે વીસકોસનો માલ ખરીદી કર્યા બાદ પલાયન

|

Mar 26, 2022 | 4:11 PM

પિયુષભાઈ પાસે ઓગસ્ટ મહિનામાં કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ ટાલીયા, તેની સાથે દિનેશકુમાર અદરારામ જાંગીડ નામના વેપારીને સાથે લાગ્યો હતો. અને તેની ઓળખાણ રીંગરોડ સબજેલની પાછળ ખટોદરા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં શિવાની એન્ટરપ્રાઈઝના નામથી ગ્રે વીસકોસ કાપડનું કામકાજ કરે છે

Surat : બમરોલીમાં ગ્રે કાપડના વેપારી સાથે 75 લાખની છેતરપિંડી, ઠગબાજ વેપારીએ દલાલ સાથે મળી ગ્રે વીસકોસનો માલ ખરીદી કર્યા બાદ પલાયન
Surat: Fraud of Rs 75 lakh with gray cloth trader in Bamroli (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

Surat :  બમરોલી રોડ ખાતે અલગ અલગ ફર્મના નામે ધંધો કરતા વેપારીને ઠગબાજ વેપારી (Thug merchant)અને દલાલ ભેટી ગયા હતા. ખટોદરા ઈન્ડસ્ટ્રીયલમાં શિવાની એન્ટરપ્રાઈઝના (Shivani Enterprise)સંચાલકે દલાલ મારફતે કુલ રૂપિયા 75.84 લાખનો ગ્રે વીસકોસ કાપડનો માલ ખરીદી કર્યો હતો. આ માલની ખરીદી કર્યા બાદ પૈસા નહીં ચૂકવી ઠગબાજ વેપારી દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. જેથી ઠગાઇનો ભોગ બનનાર વેપારીએ પૈસા માટે ફોન કરતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 75.84 લાખની ઠગાઇનો(Fraud) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘોડદોડ રોડ જમનાનગર બસ સ્ટેશન પાસે સંત તુકારામ સોસાયટીમાં રહેતા પિયુષભાઈ ડાહ્નાભાઈ બારડોલીવાલા બમરોલી રોડ પર આત્માનંદ ઈન્ડસ્ટ્રીયલ વિભાગ-2માં માધવ ટેક્ષટાઈલ, પિયુષ. ડી. બારડોલીવાલા તથા ડી.બી. બારડોલીવાલા અને બમરોલી રોડ પર એસ.કે.નગર ઈન્ડસ્ટ્રીયલ વિભાગ-3 માં નિલમ ફેબ્રીક્સ, જીનલ ફેબ્રીક્સ તથા રામ ટેક્ષટાઈલ્સના નામથી ગ્રે વીસકોસ કાપડ બનવી અલગ અલગ માર્કેટોમાં દલાલો મારફતે વેચાણ કરે છે.

પિયુષભાઈ પાસે ઓગસ્ટ મહિનામાં કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ ટાલીયા, તેની સાથે દિનેશકુમાર અદરારામ જાંગીડ નામના વેપારીને સાથે લાગ્યો હતો. અને તેની ઓળખાણ રીંગરોડ સબજેલની પાછળ ખટોદરા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં શિવાની એન્ટરપ્રાઈઝના નામથી ગ્રે વીસકોસ કાપડનું કામકાજ કરે છે અને ગ્રે વીસકોસ કાપડમાં મોટુ નામ છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

તેઓ મોટા મોટા વેપારીઓ પાસે ગ્રે વીસકોટ કાપડ લઈ બ્લીચીંગ અને ડાઈંગ કરવાનું કામ કરી ભારતની અલગ અલગ માર્કેટોમં સપ્લાય કરે છે. પેમેન્ટ પણ માર્કેટના ધારા-ખોરણ મુજબ સમયસર ચુકવતા હોવાની લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. આ ઉપરાંત તેની સાથે ધંધો કરશો તો સારો નફો કમાવવા મળશે તેવી ખાતરી આપી તેના પેમેન્ટની જવાબદારી પણ ભરતકુમારે લીધી હતી.

ત્યારબાદ આરોપીઓએ પિયુષભાઈ પાસેથી ગત તા. 20 ઓગસ્ટ 2021 થી 25 ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 75,84,689નો ગ્રે વીસકોસ કાપડનો માલ ખરીદ્યો હતો. પિયુષે તમામ માલ ટેમ્પો મારફતે તેના ખાતા ઉપર મોકલી આપ્યો હતો. માર્કેટના નક્કી કરેલ ધારા ધોરણ મુજબ પેમેન્ટની સમય મર્યાદામાં દિનેશકુમાર અને ભરતકુમારે પેમેન્ટ નહી ચુકવતા પિયુષ બારડોલીવાલાએ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોબાઈલ અને દુકાન બંધ કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે પિયુષભાઈની ફરિયાદ લઈ વેપારી દિનેશકુમાર જાંગીડ અને દલાલ ભરતકુમાર ટાલીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Tech News: YouTubeએ હેલ્થ વીડિયો માટે લોન્ચ કર્યા આ 2 નવા ફિચર્સ, ફેક પોસ્ટથી મળશે છુટકારો

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર આવેલા મેસેજ સાચા છે કે ફેક, આ રીતથી કરો તપાસ

Next Article