SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત

|

Aug 06, 2021 | 7:28 AM

શ્રીગ્લાસના સંચાલક નિખિલ પર એક વર્ષ અગાઉ પણ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો અને દુકાનમાં ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો.

SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત
SURAT : Firing on trader in Bardoli, death of trader during treatment at Sardar Hospital

Follow us on

SURAT : સુરત જિલ્લા ના બારડોલી માં સાંજ ના સમય એ ફાયરિંગ ની ઘટના બની હતી. બારડોલી નાડીદા નજીક શ્રીગ્લાસના સંચાલક એવા નિખિલ નામના વેપારી પર ફાયરિંગ થયું હતું. વેપારીને ગંભીર હાલતમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત જિલ્લામાં ભલે પોલીસ સબસાલામતની વાત કરતી હોય પરંતુ ગુનેગારો બેફામ બની રહ્યા છે અને વધુ એક પુરાવો આજે સામે આવ્યો હતો. બારડોલીના નાડીદા ચાર રસ્તા નજીક હનુમાન ગલીમાં રહેતા શ્રીરામ ગ્લાસ દુકાન ચલાવતા નિખિલ પ્રજાપતિ ભોગ બન્યા હતા. જ્યાં સાંજના સમયે દુકાનના સંચાલક બહાર નીકળતા હતા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો એ નિખિલ પ્રજાપતિ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ભાગી છૂટ્યા હતા. જોકે ગોળી નિખિલને છાતીના ભાગે વાગતા ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દોડી આવતા ઇજાગ્રસ્ત નિખિલ ને તાત્કાલિક બારડોલી ની સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિખિલ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવતા બારડોલી પોલીસ પણ દોડતી થઈ હતી અને બારડોલી પોલીસ સાથે જિલ્લા એલસીબી પણ ઘટના સ્થળે પોહચી અને તપાસ શરૂ કરી હતી. હત્યા તેમજ આર્મ્સ એકટ હેઠળ બારડોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. શ્રીગ્લાસના સંચાલક નિખિલ પર એક વર્ષ અગાઉ પણ અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો અને દુકાનમાં ચોરીને પણ અંજામ આપવામાં આવ્યો હતો. જેથી ધંધાકીય અથવા જૂની અદાવત માજ આ વખતે પણ ફાયરીંગ કરાયાની આશંકા સેવાઈ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો : AHMEDABAD : બી. જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા વ્હારે, ઓક્સિજન ટેન્ક માટે 1 કરોડનું દાન આપવાનો નિર્ણય

આ પણ વાંચો : AHMEDABAD : રેસીડેન્ડ ડોક્ટરોની હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હજારો દર્દીઓ રસ્તે રઝળ્યા

Published On - 7:19 am, Fri, 6 August 21

Next Article