Surat : ગોડાદરામાં દિયરે ભાભીની ક્રુર હત્યા કરી, હત્યારો પોલીસ સકંજામાં

|

Aug 18, 2021 | 12:46 PM

શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી જે તમે સાંભળશો તો તમને પણ એવું થશે કે આવા લોકો પણ હોય છે. માં સમાન ભાભીની હત્યા દિયર દ્વારા કરી દેવામાં આવી છે.

Surat : ગોડાદરામાં દિયરે ભાભીની ક્રુર હત્યા કરી, હત્યારો પોલીસ સકંજામાં
surat : crime story

Follow us on

Surat : ડાયમંડ સિટીમાં હત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને નાની નાની વાતે પરિવારના સભ્યની હત્યા કરી દેવામાં આવતી હોય છે. આવી એક ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. ભાઈ-ભાભી સાથે રહેતા દિયરે તેમનાથી અલગ રહેવાની જીદ કરીને ચપ્પુ મારી ભાભીની હત્યા કરી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી જે તમે સાંભળશો તો તમને પણ એવું થશે કે આવા લોકો પણ હોય છે. માં સમાન ભાભીની હત્યા દિયર દ્વારા કરી દેવામાં આવી છે. જેમાં મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. અને પરિવાર સાથે સુખી રીતે રહેતા હતા. પણ પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે.

જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે અને નાના ભાઈ હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. કારણ કે હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેથી અલગ રહેવું હાલમાં વ્યાજબી નથી તેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આખરે હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. જેથી મંગળવારના સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો.અગ્રાબેન દુધ લઈને રસોડામાં ગઇ, ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી.

અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. પોલીસ ને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી પણ બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે.પોલીસ સ્ટેશનનો સ્ટાફ થોડા સમય માટે ચોકી ઉઠ્યો હતો બાદમાં ગોડાદરા પોલીસે પહેલા તો હરિરામ ને પકડી બીજી બાજુ એક ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને હકીકત મલેવી જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

જેથી તાત્કાલિક ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દિયર ની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.ત્યારે પ્રાથમિક તપાસમાં એજ હકીકત સામે આવી કે માત્ર અલગ રહેવા બાબતે ભાભીની હત્યા કરી હાલમાં તો ભાભીની હત્યા કરી પણ તેના ભત્રીજો અને ભત્રીજી માતાની છત્રછાયા ગુમાવી દીધી.

Next Article