SURAT : સોશિયલ મીડિયામાં અલગ અલગ એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ

|

Sep 10, 2021 | 1:43 PM

બંને ભાઈ-બહેન શહેરના એક કોલ સેન્ટરમાં 30-30 હાજરના પગારમાં નોકરી કરતા હતા અને લોકોને વાતોમાં ભોળવી કે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડવાતા હતા.

SURAT : સોશિયલ મીડિયામાં અલગ અલગ એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઈ
Surat : brothers and sisters were caught cheating by creating fake accounts in social media

Follow us on

SURAT : લોકોને અલગ અલગ FB એકાઉન્ટ મારફતે મિત્ર બનાવવાની લાલચ આપી લોકો છેતરપિંડી કરતી ભાઈ – બહેનની જોડીને સુરત પોલીસે ઝડપી પડી છે. કતારગામ પોલીસે ભાઈ-બહેન ની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે.સુરત સહિત ગુજરાતમાં પણ મોટા કોલ સેન્ટરો ધમધમી રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પહેલા તો આવા ફેક કોલ કે આઈડી ગુજરાત બહારથી ઓપરેટ થતા હતા, પણ હવે તો ગુજરાતના મોટા શહેરમાં આવા સેન્ટરો શરૂ થયા છે અને ગુજરાતમાં સામન્ય જનતાને લૂંટી રહ્યા છે.

હાલમાં જેટલા ગુના બની રહ્યા છે તેમાં મોટા ભાગના ગુનાઓ સોશિયલ મીડિયા મારફતે બનતા હોય છે. છેતરપિંડી હોય કે લોકો ને ગેરમાર્ગે દોરવાના હોય, આવોએક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો જેમાં કતારગામ પોલીસે લોકો સોશિયલ મીડિયાના મારફતે અલગ અલગ એકાઉન્ટ બનવવી ને લોકો સાથે છેતરપિંડી કરતા સગા ભાઈ-બહેનની ધરપકડ કરી છે. કતારગામના આધેડ સાથે ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવાની વાતો કરી એક મિટિંગે રૂપિયા 10 હજાર મળશે તેમ કહી મેમ્બરશિપના નામે 7.43 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

પોલીસ પકડમાં ઉભેલા આ બંને ભાઈ-બહેન શહેરના એક કોલ સેન્ટરમાં 30-30 હાજરના પગારમાં નોકરી કરતા હતા અને આવી રીતે લોકોને વાતોમાં ભોળવી કે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડવાતા હતા. પહેલા તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્યાંના ગુનામાં બને ભાઈ-બહેનની ધરપકડ કરી ત્યાર બાદ સુરતના કતારગામ વિસ્તારમાં પણ એક આધેડનો લાખોમાં શિકાર કર્યો છે, જેના આધારે કતારગામ પોલીસે તે ગુનામાં ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

સુરત જ નહીં પણ ગુજરાતમાં મોટા પાયે લોકોને છેતરવા કોલ સેન્ટરો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો બહારના રાજ્યોમાંથી આવા કોલ સેન્ટરો ચાલતા હતા પણ હવે તો આમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પણ આવા સેન્ટરો ધમધમી રહ્યા છે.હાલમાં તો કતારગામ પોલીસે સની પંકજ પારેખ અને તેની બહેન નેહાની ધરપકડ કરી તપાસ કરી છે, જેમાં સુરતમાં આવા કેટલા લોકોની સાથે છેતરપિંડી કરી તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : VADODARA : વડોદરા APMCમાં ભાજપનો ભગવો લહેરાયો, ચૂંટણી પહેલા જ ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

Next Article