Surat : સાયબર ક્રાઇમનો વરવો કિસ્સો, કિડની કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

|

Sep 01, 2021 | 8:21 AM

સુરત સાયબર પોલીસ દ્વારા કિડનીના નામે રુપિયા પડવાતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં કરોડો રૂપિયામાં કિડની ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર નાઈજીરીયન હરિયાણાથી ઝડપાયો અને જેલ હવાલે કર્યો છે.

Surat : સાયબર ક્રાઇમનો વરવો કિસ્સો, કિડની કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો
Surat: Another Nigerian accused arrested in kidney scam

Follow us on

સુરત સાયબર પોલીસ દ્વારા કિડનીના નામે રુપિયા પડવાતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતમાં કરોડો રૂપિયામાં કિડની ખરીદવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર નાઈજીરીયન હરિયાણાથી ઝડપાયો અને જેલ હવાલે કર્યો છે.

સાયબર ક્રાઇમનો વરવો કિસ્સો, કિડની કૌભાંડનો બીજો આરોપી ઝડપાયા

હાલમાં દિવસેને દિવસે સોસીયલ મીડિયા થકી ક્રાઈમનો સતત વધારો થઈ રહ્યો છે. કોઈને કોઈ નવી સ્કીમોને આધારે લોકોને છેતરતા હોય છે. ત્યારે થોડા સમયથી નવી વેબસાઈડ ફેક આઈડી બનવીને ચિટિંગ કરતા હોય છે. ત્યાં સુરતમાં થોડા દિવસ અગાઉ ચર્ચામાં આવેલ કિડની કૌભાંડનો બીજો મુખ્ય આરોપીને સાયબર સેલે ઝડપી લેવામાં આવ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કેવી રીતે ચાલતું હતું કૌભાંડ ?
જે ભારતની અલગ અલગ પ્રખ્યાત હોસ્પીટલોના નામની ફેક અને વેબસાઇટ બનાવડાવી કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી જાહેરાતો અપાતી હતી. આ જાહેરાત સોશિયલ મીડિયામાં વાઈરલ કરી આર.બી.આઇ.ના નામના ફેક ઇ-મેઇલ આઇડીથી ભારતના તથા અન્ય દેશોના લોકોને અલગ અલગ ચાર્જ જણાવી રૂપીયા પડાવવામાં આવતાં હતાં. સમગ્ર મામલો સામે આવતા સુરત સાયબર પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં વધુ તપાસમાં મુખ્ય નાઇજીરીયન આરોપીને હરીયાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો.

કોણ છે આરોપી ?

ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરો
સરાવતી લે આઉટ, ફર્સ્ટ ક્રૉસ, ટી.સી. પાલીયા, ભટ્ટારાહલ્લી, બેંગ્લોર, કર્ણાટક-560049, મુળ રહેવાસી-ઓઝાગાંવ, પોસ્ટ-ચેંગા પથાર, જી.ઉંડલગુરી (આસામ)

આરોપી પાસેથી શું-શું મળ્યું ?
મોબાઇલ ફોન- 14
લેપટોપ- 1
ડોંગલ- 2
એ.ટી.એમ.કાર્ડ- 1

પોલીસ તપાસમાં શું ખુલ્યું ?

પોલીસે દ્વારા આરોપીને સુરત લાવ્યા બાદ તપાસ કરતા એક પછી એક હકીકતો સામે આવવા લાગી હતી. અને આરોપીની તપાસમાં ખુલ્યું છેકે વોટસએપ નંબર પર એકબીજા સાથે સંપર્ક રાખતા હતા. જેથી પોલીસ ટ્રેક કરી ન શકે. સાઈબર સેલનાઆ લોકો માર્ચ 2020થી ઓક્ટોબર 2020 દરમ્યાન ઓનલાઇન ફેક વેબસાઇટ બનાવી તેમાં કિડની વેચાણ કરવાથી ચાર કરોડ રૂપીયા મળશે તેવી લોભામણી જાહેરાતો અપાઈ હતી. અને અલગ અલગ ઓફરો મુકી છેતરપિંડીના આંતરરાષ્ટ્રીય કૌભાંડને પોલીસે ઉઘાડી પાડ્યું હતું.

કેવી રીતે ચાલતો ગોરખધંધો ?

આરોપીઓએ ફરીયાદી પાસેથી અલગ અલગ બેંકોના કુલ-6 એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવેલા હતા. તે એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટોમાં રૂપીયા ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તેવા અન્ય 8 એકાઉન્ટ મળી આવ્યા છે. તેમાં રૂ. 2,10,000 ફ્રીઝ કરવામાં આવેલ છે. આમ કુલ્લે રૂ. 14,78,400 જમા કરાવેલ તે પૈકી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે રૂ. 7,50,461 કુલ્લે રૂ. 9,60,461 ફ્રીઝ કરવામાં આવેલ છે.આ ગુન્હામાં ઉપયોગ થયેલ અલગ અલગ બેંકોના કુલ-8 એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂ. 1,31,19,121 ના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જણાઇ આવેલ છે.તે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 8:21 am, Wed, 1 September 21

Next Article