Surat : રેમડેસિવિરની કાળા બજારીનો વધુ એક કિસ્સો, હોસ્પિટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ

|

May 04, 2021 | 5:30 PM

કોરોનાના આ કપરાકાળમાં પણ લેભાગુ તત્વો તક શોધવાની ફિરાકમાં જ હોય છે. દેશમાં જે દવાઓની અછત સર્જાઈ રહી છે, તેનો ફાયદો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે. દવા હોય કે ઓક્સિજન, ફળ, ઓક્સિમીટર વગેરે જરૂરી ચીજવસ્તુઓની કાળાબજારી થઈ રહી છે.

કોરોનાના આ કપરાકાળમાં પણ લેભાગુ તત્વો તક શોધવાની ફિરાકમાં જ હોય છે. દેશમાં જે દવાઓની અછત સર્જાઈ રહી છે, તેનો ફાયદો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે. દવા હોય કે ઓક્સિજન, ફળ, ઓક્સિમીટર વગેરે જરૂરી ચીજવસ્તુઓની કાળાબજારી થઈ રહી છે. તેવામાં સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્જેક્શનની કાળા બજારી કરતા સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણ લોકોની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે.

 

હાલ દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે, જેને કારણે હેલ્થ કેર સેક્ટર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછત સર્જાઈ રહી છે. જેને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

તેમજ દર્દીના પરીજન દવાઓની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે, બસ આ પરિસ્થિતીનો ફાયદો ઉઠાવી લોકો દવાઓની કાળાબજારી કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓએ તો ડુપ્લીકેટ ઈન્જેક્શન અને દવાઓ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

 

 

રાજ્યમાં વધી રહેલી કાળા બજારીને અટકાવવા માટે તંત્ર પ્રયાસો કરી રહ્યું છે અને પોલીસ પણ આવા લોકોને ઝડપી રહી છે, તેવામાં હવે સુરતની સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણ લોકોની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર તેમણે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો અને ડમી ગ્રાહકને મોકલીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

 

 

સુરતની સાંઈદીપ હોસ્પિટલનો મેનેજર નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવતો હતો અને ત્યારબાદ આ 1,300ની કિંમતના ઈંજેક્શનને તે બહાર 18,000માં વેચતો હતો. પોલીસે ડમી ગ્રાહકને આરોપી પાસે મોકલીને ઈંજેક્શન ખરીદવાની વાત કરી હતી.

 

જેના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ. ખટોદરા પોલીસે સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 8 રેમડેસિવિર ઈંજેક્શન કબજે કર્યા છે સાથે જ અગાઉ કેટલા લોકોને તેમણે ઈંજેક્શન વેચ્યા છે અને કૌભાંડમાં અન્યની સંડોવણી જેવી બાબતમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: રેમડેસિવિર ઈન્જેકશનનું વધ્યુ ઉત્પાદન, જાણો દેશમાં દર મહિને હવે કેટલા આવે છે રેમડેસિવિર ઇન્જેક્શન

Next Video