Surat કોસાડ આવાસના 12 વર્ષીય વિદ્યાર્થી જાકીર શેખને ફટાકડાના બહાને લઇ જઈ ને તેના જ સગા પિતાએ તેને નદીમાં(river ) ફેંકી દઈ હત્યા કરી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષથી પતિ પત્ની વચ્ચે ચાલતા ખટરાગને પગલે મૃતક જાકીર દોઢ વર્ષથી માતા સાથે મહારાષ્ટ્ર નાનીને ત્યાં રહેતો હતો. પાંચ દિવસ પહેલા જ જાકીરની માતા તેનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી હતી.
ત્યારબાદ પીછો કરીને સાસરીમાં જઈ જાકીરને જબરજસ્તી સુરત પરત લાવી પત્ની સાથેના ઝઘડાને કારણે પુત્રની હત્યા કરી નાંખી હોવાનું ખુલ્યું છે. બનાવ અંગે પત્ની દ્વારા ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકના પિતાની અટકાયત કરી છે. કોસાડમાં રહેતા 31 વર્ષીય સઈદ ઇલ્યાસ શેખ છૂટક ભંગારનું કામ કરતો હતો.
જેના ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ તેનો ચોથા ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર જાકીરનું તાપી નદીમાં પડી જતા મોત થયુ હતું. ત્યારે સઈદે એવું નિવેદન આપ્યું હતું કે તે ફટાકડા અપાવવા ગયો હતો, અને ચાલતા ચાલતા અચાનક જ તે તાપીમાં પડી ગયો હતો. દરમ્યાન મૃતક જાકીરની માતાએ રાંદેર પોલીસમાં જઈને સાચી હકીકત જણાવી હતી.
લગ્ન બાદ બંને પતિ પત્ની વચ્ચે ખટરાગ થતા અવારનવાર ઝઘડો ચાલતો રહેતો હતો. દોઢ વર્ષ પહેલા પણ આ જ પુત્રને આવાસના માળ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ નીચે ખાટલીવરક કરતા પરિવારના કપડાના જથ્થા પર પડતા તેને ફક્ત નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અને જાકીર બચી ગયો હતો. જે તે વખતે પત્ની હીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
પતિ સઈદે પત્નીના અનૈતિક સબંધ હોવાનો વહેમ રાખીને તે પત્નીની મારઝૂડ કરતો હતો. જેથી હિના મોટા પુત્રને પતિ પાસે રાખીને નાના પુત્રને લઈને મહારાષ્ટ્ર પિયર જતી રહી હતી. દરમ્યાન પાંચ દિવસ પહેલા જ હિના પોતાના પુત્ર જાકીરને લઈને વતનમાં અભ્યાસ માટે જરૂરી લિવિંગ સર્ટિફિકેટ લેવા આવી હતી. જે લઈને પરત થઇ ત્યારે સઈદ પણ સાસરીમાં પહોંચ્યો હતો.
અને ઝઘડો કરીને જાકીરને પોતાની બાઈક પર લઈને ફટાકડા આપવાના બહાને લઈને નીકળ્યો હતો. અને તાપી નદીમાં ફેંકી દીધો હતો. બનાવ મામલે રાંદેર પોલીસે પત્નીની ફરિયાદ લઈને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે
આ પણ વાંચો : Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં