સુરત (SURAT) શહેરના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા કૃષિ ફાર્મ પાસે આવેલા આશિયાના એપાર્ટમેન્ટમાં મહિલા દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ (Gambling)ઉપર પીસીબી (PCB)પોલીસે રેડ કરી 5 મહિલા સહિત 7 જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે (POLICE) તેમની પાસેથી રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત શહેરના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા કૃષિ ફાર્મ પાસે આવેલા આશિયાના એપાર્ટમેન્ટમાં બીજા માળે 202 નંબરમાં રહેતા દિવ્યાબેન જગદીશભાઈ દેવજા પોતાના મકાનમાં જુગારીઓને બોલાવીને જુગારધામ ચલાવતી હતી. બાતમીના આધારે પીસીબી બ્રાન્ચના પોલીસે ત્યાં રેડ કરી હતી. અને ત્યાંથી જુગાર ચલાવતી દિવ્યાબેન, વરાછા કુબેરનગરમાં રહેતી જશવંત કુંવર રણજીતસિંહ દેવડા, ગાયત્રી સોસાયટી લંબે હનુમાન રોડ વરાછા ખાતે રહેતી ગીતાબેન ભાવેશભાઈ ભીલ, પાલ રોડ ગેલેકસી સર્કલ પાસે સ્તુતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં રહેતી સંગીતાબેન રમેશ માતાની એ સ્ટેશન રેલવે કોલોનીમાં રહેતી ચમનભાઈ પટેલની દીકરી અમિષાબેન રાજકોટ ખાતે રહેતા હરેશભાઈ ભગવાનદાસ મેઘાણી અને ભેસાણ રોડ વીર સાવરકર હાઈટરસમાં રહેતા પ્રકાશ ગોવિંદ સહિતનાઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ત્યાંથી અંગઝડતીના 43,620, દાવ પરના 3500 અને નાળના રોકડા 3000 તેમજ 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ, 1.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો :Surat : અમેરિકામાં મોટા ગ્રાહકો ધરાવતા જવેલરી મેન્યુફેકચર અને એક્સપોર્ટર્સને મોટો ખતરો
Published On - 4:40 pm, Thu, 14 April 22