
સુરત(Surat)જિલ્લાના કામરેજ(Kamrej)પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી એક ઘરમાંથી 10 લાખનો વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો છે. જેમાં ગાંધીનગર(Gandhinagar)સ્ટેટ વિજિલન્સને ખાનગી રાહે માહિતી મળી હતી કે સુરત જિલ્લાના કામરેજ ખાતે એક ઘરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. તેના આધારે રાત્રીના સમયે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેકી કરી કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરમાં રેડ કરવામાં આવી હતી.
પોલીસને ઘરમાંથી એક ઈસમ પણ મળી આવ્યો હતો તેની અટકાયત કરી પોલીસે અને ઘરમાં તપાસ કરતા જાણે વિદેશી દારૂનું ગોડાઉન હોય તેમ આખાય ઘરમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેમાં પોલીસે ઘર માંથી 10 લાખ 54 હજારનો વિદેશી દારૂ કબ્જે કર્યો અને એક મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા કામરેજ ખાતે રેડ કરતા સુરત જિલ્લાની સ્થાનિક પોલીસ અને સ્થાનિક એજન્સીઓ ઉંઘતી ઝડપાઇ છે કારણ કે રનિંગ હોય તો ઠીક પણ આ તો ઘરમાં એટલા મોટા પ્રમાણ દારૂ કયા થી લાવ્યો અને ક્યાં મોકલવાના હતા તે મોટો સવાલ છે.
કારણ કે આ જિલ્લામાં પકડતા વિદેશી દારૂ મોટા ભાગે તેનો સપ્લાય સુરત સિટી અને આજુ બાજુના વિસ્તારમાં કરવાના હોય તેવું સામે આવતું હોય છે.હાલમાં તો સુરત જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી.
ત્યારે ફરી એક વખત પોલીસ અધિકારી સામે પગલાં ભરવામાં આવશે કે નહિ ચર્ચા એ પણ જાગી છે. તેમજ સ્થાનિક એજન્સીઓ સામે કેમ કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી.
આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ, આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચના દરોડા
આ પણ વાંચો : બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
Published On - 1:46 pm, Sun, 26 September 21