દિલ્હીના ચર્ચીત શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ વિરુદ્ધ પોલીસને અનેક પુરાવા મળ્યા છે. જેમાં પોલીસે ચોંકાવનારો ખુલાસા કરતા કહ્યું હતુ કે આફતાબે શ્રદ્ધાના મર્ડર બાદ બીજી ગર્લ ફ્રેન્ડ પણ બનાવી લીધી હતી. તે જ્યારે તેને મળવા તેના ફ્લેટમાં આવતી ત્યારે આફતાબ ફ્રિજમાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કાઢીને રસોડામાં સંતાડી દેતો હતો, જ્યારે ગર્લફ્રેન્ડ પાછી ફરતી ત્યારે તે શ્રદ્ધાના શરીરના ટુકડાને પાછા ફ્રીજમાં મૂકી દેતો હતો. તેમજ આફતાબે એ વાત સ્વીકારી છે કે તેણે શ્રદ્ધાના હાડકાં પીસીને તેનો પાવડર બનાવી દીધો હતો.
શ્રદ્ધા મર્ડર કેસની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ 24 મેના રોજ બમ્બલ એપ દ્વારા અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. ત્યારે યુવતી 25 જૂનના રોજ આફતાબના છતરપુર ફ્લેટમાં પ્રથમ આવી હતી, તે દરમિયાન યુવતી ફ્લેટમાં આવી હતી ત્યારે ફ્લેટમાં જ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા હતા. 25 જૂન પછી તે યુવતી સતત આફતાબના ફ્લેટમાં આવતી હતી, તે યુવતીએ પણ તે ફ્લેટમાં આફતાબ સાથે ઘણી રાતો વિતાવી હતી.
આફતાબે પોલીસને જણાવ્યું કે જ્યારે યુવતી ફ્લેટમાં આવતી ત્યારે તે ફ્રિજમાંથી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કાઢીને રસોડાના નીચેના કેબિનેટમાં મૂકી દેતો અને ફ્રીજને સંપૂર્ણપણે સાફ કરી દેતો. આ સાથે પોલીસની ચાર્જશીટ અનુસાર, તેણે વધુમાં કહ્યું કે, ‘મેં તેના શરીરના ટુકડા પેટ્રોલથી સળગાવી દીધા હતા અને તેના હાડકાને ગ્રાઇન્ડરમાં પીસીને તેનો પાવડર 100 ફૂટ સુધી રસ્તા પર ફેંકી દીધો હતો. તેના શરીરના કેટલાક ભાગોને પોલીથીનમાં નાખીને 60 ફૂટ રોડ છત્તરપુર ટેકરી પર રાખેલા ડસ્ટબીનમાં મુકી આવ્યો હતો. ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવતા લોકોની રુહ કાંપી ઉઠી છે.
શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આજે પોલીસ દ્વારા આ કેસનો અંચબિત કરી દેય તેવો મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું હતુ કે આફતાબને તેની નવી ગર્લ ફ્રેન્ડ જ્યારે તેના ફ્લેટમાંથી મળીને બહાર નીકળતી ત્યારે તે ફરીથી રસોડામાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડાઓ, જેમાં શ્રદ્ધાનું માથું હતું, તે કાઢીને રેફ્રિજરેટરમાં મૂકતો, અને આ રીતે, તે છોકરીને રાખેલા મૃતદેહ વિશે કોઈ જાણકારી મળી ન હતી.
મળતી માહિતી મુજબ તે છોકરી પહેલી વાર ઘરે આવી ત્યારે આફતાબે શ્રધ્ધાના હાથમાં પહેરેલી ચાંદીની વીંટી કાઢીને તે છોકરીને ભેટમાં આપી હતી. ત્યારે પોલીસને તે યુવતી પાસેથી વીંટી પણ મળી લીધી છે. આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ ફોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધું મુંબઈની ભાયંદર ખાડીમાં ફેંકી દીધું હતું કારણ કે આફતાબ જાણતો હતો કે તે ખૂબ જ ઊંડો છે.