Maharashtra: મુંબઈમાં 7 વર્ષની સગીર છોકરીનું ‘જાતીય શોષણ’ ; આરોપીની કરવામાં આવી ધરપકડ

ડીસીપી એસ. ચૈતન્યએ કહ્યું કે 7 વર્ષની સગીર પીડિતા અને આરોપી પાડોશી છે. સાથે જ આરોપી વ્યવસાયે સિક્યોરિટી ગાર્ડ છે. તે તેની પત્ની અને બાળકો સાથે પીડિતાની પડોશમાં રહે છે.

Maharashtra: મુંબઈમાં 7 વર્ષની સગીર છોકરીનું જાતીય શોષણ ; આરોપીની કરવામાં આવી ધરપકડ
મુંબઈમાં સગીર છોકરી સાથે જાતીય શોષણના કેસમાં આરોપીની કરાઈ ધરપકડ. (પ્રતિકાત્મક તસવીર)
| Edited By: | Updated on: Sep 14, 2021 | 8:00 PM

મહારાષ્ટ્રની (Maharashtra)  આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) બળાત્કારના (Rape) કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આવો જ  વધુ એક કિસ્સો મંગળવારે સામે આવ્યો છે. મુંબઈમાં એક સગીર છોકરી સાથે જાતીય શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૈસા અને મીઠાઈ આપવાના બહાને  7 વર્ષની સગીર છોકરીની છેડછાડ કરવાના આરોપમાં એક 51 વર્ષની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ IPC ની કલમ 354 અને પોસ્કો (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસ મુંબઈના અંધેરી પૂર્વના એમઆઈડીસી (MIDC) પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ડીસીપી એસ. ચૈતન્યએ કહ્યું કે 7 વર્ષનો સગીર પીડિતા અને આરોપી પાડોશી છે. સાથે જ આરોપી વ્યવસાયે સિક્યોરિટી ગાર્ડ છે. તે તેની પત્ની અને બાળકો સાથે પીડિતાની પડોશમાં રહે છે. આરોપીએ કથિત રીતે પીડિતાને તેના ઘરે બોલાવી હતી અને પૈસા અને મીઠાઈ આપવાના બહાને તેનું જાતીય શોષણ કર્યું. આ પહેલા પણ આરોપી કેટલાક દિવસોથી સગીરા સાથે છેડછાડ કરતો હતો. જ્યારે પીડિતાની માતાને આ વિશે ખબર પડી ત્યારે તે પોલીસ સ્ટેશન પહોચી અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે તેની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી 

સગીર પીડિતાનું  મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સગીર પીડિતાની માતાએ રવિવારે સાંજે આરોપીને બાળકી સાથે છેડછાડ કરતા રંગે હાથે પકડ્યો હતો. આ ઘટનાનો પિડીતાની માતાએ વિરોધ કર્યો હતો અને આ બાબતે તેના પતિને જાણ કરી હતી. આના પર, પીડિત પરિવારે તરત જ એમઆઈડીસી (MIDC) પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આરોપીને સોમવારે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો.

આ કેસમાં પીડિતાનું નિવેદન નોંધીને આઈપીસી (IPC) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ 7 વર્ષની સગીર પીડિતાને તબીબી તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ પછી આરોપીને રિમાન્ડ માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં બળાત્કારના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ મુંબઈના સાકીનાકામાં થયેલી બળાત્કારની દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશમાં નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસીની સજા બાદ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે મુંબઈમાં બનેલી આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ફીટકાર વરસી રહ્યો છે.

આ પણ વાંચો : Maharashtra: વર્ધા નદીમાં ભયાનક નાવ દુર્ઘટના, નાવ પલટી જવાથી 11 લોકો ડૂબ્યા, અત્યાર સુધીમાં મળ્યા 3 મૃતદેહો