Gujarati NewsCrimeSakshi Murder Case main 5 people connected with Sakshi Murder Case
Sakshi Murder Case: દેશને હચમચાવતા સાક્ષી હત્યાકાંડ સાથે જોડાયેલા છે આ મુખ્ય 5 કેરેક્ટર
Sakshi Murder Case: સાક્ષી હત્યાકાંડનો આરોપી સાહિલ પોલીસને જેટલું જણાવી રહ્યો છે, તેનાથી અનેકગણું છુપાવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યો છે.
Sakshi Murder Case
Follow us on
Delhi: દિલ્લી જ નહીં પણ સમગ્ર દેશના લોકોને હચમચાવતા સાક્ષી હત્યાકાંડનો (sakshi murder case) આરોપી સાહિલ પોલીસને જેટલું જણાવી રહ્યો છે, તેનાથી અનેકગણું છુપાવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યો છે. જેનો મતલબ એ છે કે શાતિર સાહિલના દિલમાં દફન સાક્ષીની હત્યાના રાઝ બહાર કાઢવા કપરુ કામ છે. પોલીસ સામે અન્ય આવા કેટલા પડકાર છે અને આ હત્યાકાંડ સાથે જોડાયેલા કયા પાંચ કેરેક્ટર છે.
દિલ્લીનો ચકચારી સાક્ષી હત્યાકાંડ હવે આ પાંચ કેરેક્ટરની આસપાસ ફરી રહ્યો છે. સાક્ષી હવે આ દુનિયામાં નથી રહી. પાંચ કેરેક્ટર પૈકી સાક્ષી કે જેની હત્યા થઈ ગઈ છે. તેનો મુખ્ય આરોપી સાહિલ પોલીસની કેદમાં છે. જેથી, હત્યાકાંડ સાથે જોડાયેલા બાકીના ત્રણ કેરેક્ટરની પોલીસ પૂછપરછ કરી રહી છે.
16 વર્ષીય સાક્ષી કે જેની શાહબાદ ડેરી વિસ્તારમાં તેના જ પ્રેમી સાહિલે બેરહેમીપૂર્વક હત્યા કરી નાંખી. સાક્ષી અને સાહિલ છેલ્લા ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા. ઘણા સમયથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો.
સાક્ષી હત્યાકાંડનો મુખ્ય આરોપી અને સાક્ષીનો પ્રેમી સાહિલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આવેશની આગમાં અંધ બની સાક્ષીને મોતને ઘાટ ઉતારનાર સાહિલની પોલીસ પૂછપરછ કરી રહી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે- હત્યાના દિવસે સાક્ષી તેની મિત્ર ભાવના સાથે જ હતી. ભાવનાએ સાક્ષીની મુલાકાત ઝબરુ સાથે કરાવી હતી. સાક્ષીને સાહિલ સતત પરેશાન કરતો હતો. મારી નાંખવાની ધમકી પણ સાહિલ આપતો હતો. જેથી, સાક્ષીએ ભાવના અને ઝબરુ પાસે મદદ માંગી હતી.
સાક્ષીના સાહિલ સાથેના પ્રેમસંબંધ હતા. તેની પહેલા સાક્ષીના પ્રવીણ સાથે પ્રેમસંબંધ હતા. પ્રવીણ સાક્ષીનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. પ્રવીણના નામનું ટેટૂ સાક્ષીએ પોતાના હાથ પર ત્રોફાવ્યું હતું. પ્રવીણની હાલ દિલ્લી પોલીસ પૂછપરછ કરી રહી છે.
અજય ઉર્ફે ઝબરુ કે જેની સાથે સાક્ષીનો પરિચય સહેલી ભાવનાએ જ કરાવ્યો હતો. ઝબરુ શાહબાદ ડેરીની જેજે કોલોનીમાં રહે છે. સાહિલની ધમકીઓથી કંટાળી સાક્ષીએ ઝબરુ પાસે મદદ માંગી હતી. જેથી, ઝબરુએ સાહિલને સાક્ષીને હેરાન ન કરવા સમજાવ્યો હતો.
સાહિલ પહેલાથી સાક્ષીને હેરાન કરતો હતો, ટોર્ચર કરતો હતો અને એટલા જ માટે સાક્ષીએ ભાવના અને અજય ઉર્ફે ઝબરુની મદદ માગી, જેથી ઝબરુએ મિત્ર સાક્ષીની મદદ કરી હતી. પરંતુ, તેના જ બીજા દિવસે સાહિલે જે રીતે સાક્ષીની સરાજાહેર હત્યા કરી તેને માત્ર સાક્ષીના મિત્રો, પરિવાર કે દિલ્લીવાસીઓ જ નહીં આખા દેશને હચમચાવી દીધો.