Sakinaka Rape Case : સાકીનાકા રેપ કેસમાં લાગુ કરાયો SC-ST એક્ટ, આરોપી 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં

|

Sep 13, 2021 | 8:00 PM

મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ સાથે ગુનાને આચરવા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ મળી આવ્યું છે.

Sakinaka Rape Case : સાકીનાકા રેપ કેસમાં લાગુ કરાયો SC-ST એક્ટ, આરોપી 21 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં
મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે (ફાઇલ ફોટો)

Follow us on

મુંબઈના સાકીનાકામાં (Sakinaka Rape Case) બળાત્કારની ઘટના બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શનિવારે મુંબઈ પોલીસના (Mumbai Police)  અધિકારીઓને કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી. હવે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ (Hemant Nagrale)  જણાવ્યું કે આ કેસમાં આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાથે એ પણ જણાવ્યું કે આ કેસમાં એસસી- એસટી એટ્રોસિટી એક્ટ (SC/ST Act) લાદવામાં આવ્યો છે.

સોમવારે સાકીનાકા બળાત્કાર કેસ પર પત્રકાર પરિષદ યોજીને મુંબઈ પોલીસ કમિશને આ કેસમાં થયેલા નવા ખુલાસાઓની માહિતી આપી હતી. નાગરાલેએ કહ્યું કે પીડિત મહિલા ચોક્કસ સમાજની હોવાથી અમે SC / ST એક્ટ લાદ્યો છે. આરોપી મોહનની ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ કસ્ટડી પણ 21 મી સુધી મળી છે. કમિશ્નરે કહ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ સાથે ગુનાને આચરવામાં  માટે ઉપયોગમાં લેવામાં આવેલું હથિયાર પણ મળી આવ્યું છે.

ક્રિમિનલ લોયર રાજા ઠાકરેની સરકારી વકિલ તરીકે નિમણૂક 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે ક્રાઈમ સ્પોટની મુલાકાત લઈને તમામ ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. હવે DNA રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તે જ સમયે, સરકારે કેસ લડવા માટે ક્રિમિનલ લોયર રાજા ઠાકરેની નિમણૂક કરી છે. ચાર્જશીટ અંગે પંચે કહ્યું કે 1 મહિના પહેલા અમે ચાર્જશીટ દાખલ કરી દેશું. તે જ સમયે, સરકારી યોજના હેઠળ, પીડિત પરિવારની 3 છોકરીઓને 20 લાખ રૂપિયાની મદદ પણ આપવામાં આવશે.

અનુસુચિત જાતી આયોગે પોલીસ તપાસ પર વ્યક્ત કર્યો સંતોષ

મહિલા આયોગ (NWC) અને અનુસૂચિત જાતિ આયોગે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે NWC ના સભ્ય રવિવારે મુંબઈ આવ્યા હતા. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ (National Commission for Scheduled Caste) આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલદાર (Arun Haldar)  પણ આવ્યા હતા. નાગરાલેએ જણાવ્યું કે હલદારજીએ મુખ્યમંત્રી ઠાકરેની સામે બેઠકમાં પોલીસ તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી ઠાકરેએ મહિલાઓની સલામતી અંગે પોલીસને સૂચના આપી 

બીજી બાજુ, મુખ્યમંત્રી ઠાકરેએ શનિવારે પોલીસને નિર્દેશ આપ્યો હતો કે જ્યાં મહિલાઓની સક્રિયતા હોય ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવું. જ્યાં મહિલાઓ પર હુમલાની શક્યતા હોય અને જ્યાં તેમને સુરક્ષાની જરૂર હોય ત્યાં પોલીસ દળની તૈનાતી વધારવી જોઈએ.

આ પણ વાંચો :  Maharashtra : અનિલ દેશમુખ કેસમાં ED ની કાર્યવાહી તેજ, ભૂતપૂર્વ ગૃહમંત્રીને શોધવા માટે CBI પાસે માંગી મદદ

આ પણ વાંચો :  CCTV Video: મુંબઈ લોકલ ટ્રેન સામે અચાનક એક મહિલા ઊભી રહી, મોટરમેને રોકી ચાલતી ટ્રેન, જુઓ વિડીયો

Next Article