
સાગર ધનખડ હત્યા કેસમાં (Sagar Dhankhar Murder Case) આરોપી કુસ્તીબાજ સુશીલ કુમારની (Sushil Kumar) રોહિણી લેબના વરિષ્ઠ ફોરેન્સિક મદદનીશ દ્વારા કાઉન્સિલિંગ કરાવવમાં આવ્યું હતું. મનોચિકિત્સકે રિપોર્ટમાં મોટા ખુલાસા કર્યા છે. મનોચિકિત્સકનો રિપોર્ટ સુશીલ કુમારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
મળતી માહિતી અનુસાર મનોચિકિત્સકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, વાતચીતમાં જાણવા મળ્યું છે કે, સુશીલ કુમાર ખૂબ જ આક્રમક સ્વભાવના છે. તેમના જડબાં દબાવવા અને ખભા ઉંચા કરવાથી તેમની અંદર ઉગ્રતા છતી થાય છે. સુશીલને આ ઘટના અંગે કોઈ અપરાધ ભાવ અને પસ્તાવો નથી. સુશીલ ખૂબ જ જીદ્દી છે.
દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. રોહિણી સ્થિત ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સતવીર સિંહ લાંબાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, મનોચિકિત્સકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સુશીલ કુમાર ખૂબ ઘમંડી છે. તેઓ જે વિચારે છે તે કરે છે. સુશીલ પોતાને કાયદાથી ઉપર માને છે.
કોર્ટને કહેવામાં આવ્યું છે કે, સુશીલને તેની પ્રતિષ્ઠા અને નામ પર ખૂબ ગર્વ છે. તેનું વર્તન પ્રતિકૂળ છે. હવે એવું માનવામાં આવે છે કે, મનોચિકિત્સકનો આ રિપોર્ટ આ બાબતે સુશીલ માટે વધુ સમસ્યાઓ સર્જી શકે છે. આ રિપોર્ટ સુશીલના ખરાબ વર્તન વિશે જણાવી રહ્યો છે.
આ સાથે પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે, સુશીલ કુમારે આ સમગ્ર મામલાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. તેમણે સૌપ્રથમ દિલ્હીથી અલગ અલગ સાથીઓને બોલાવ્યા. આ પછી કેટલાક લોકોને હરિયાણાથી પણ બોલાવવામાં આવ્યા હતા. આ લોકો ઘાતક હથિયારો લાવ્યા હતા. આ પછી પીડિતોને દિલ્હીના વિવિધ ભાગોમાંથી બંધક બનાવીને છત્રસાલ સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા અને ઘટનાને અંજામ આપવામાં આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, એક તરફ, સાગરે શરૂઆતમાં ફ્લેટ ખાલી કર્યો ન હતો, જેના કારણે સુશીલ અને સાગર વચ્ચે વિવાદ થયો હતો. તે જ સમયે વિદેશી યુવતી સાથે ફ્લેટમાં લટકેલા સોનુનો ફોટો સુશીલનો ગુસ્સો વધાર્યો હતો. સુશીલે ડિસેમ્બર 2019માં આ ફ્લેટ તેની પત્નીના નામે ખરીદ્યો હતો.
આ પણ વાંચો: Tokyo Olympics 2020 : ભારત-પાકિસ્તાનના ખેલાડી ઓલિમ્પિકમાં ટકરાશે, જાણો ક્યારે અને કઈ રમતમાં થશે ટક્કર