Sabarkantha: જીલ્લાના ત્રણ અધિકારીઓએ કરી 97 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ દાખલ

|

May 25, 2021 | 2:12 PM

આયોજન અધિકારી (Planning Officer) તરીકે, ફરજ બજાવતા પરેશ જોષી (Paresh Joshi) એ 97 લાખની ઉચાપત આચર્યાનું સામે આવ્યુ છે. હિંમતનગર (Himmatnagar) શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં, વર્તમાન આયોજન અધિકારીએ ફરીયાદ નોંધાવતા મામલો સામે આવ્યો છે.

Sabarkantha: જીલ્લાના ત્રણ અધિકારીઓએ કરી 97 લાખની ઉચાપત, પોલીસ ફરિયાદ દાખલ
B Division Police Station, Himatnagar

Follow us on

સાબરકાંઠા જીલ્લામાં વર્ષ 2018-20 દરમ્યાન આયોજન અધિકારી (Planning Officer) તરીકે, ફરજ બજાવતા પરેશ જોષી (Paresh Joshi) એ 97 લાખની ઉચાપત આચર્યાનુ સામે આવ્યુ છે. હિંમતનગર (Himmatnagar) શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં, વર્તમાન આયોજન અધિકારીએ ફરીયાદ નોંધાવતા મામલો સામે આવ્યો છે. પોલીસે આયોજન અધિકારી ઉપરાંત સંશોધન અધિકારી અને સિનીયર કોચ (Senior Coach) સહિત ચાર શખ્શો સામે ફરિયાદ દાખલ કરી છે.

સાબરકાંઠા જીલ્લામાં ફરજ કાર્યકાળ દરમ્યાન પરેશ જોષી તેમની કાર્યરીતિથી વિવાદોમાં જ રહ્યા હતા. તેઓ સામે વિરોધ વંટોળ પણ ધારાસભ્ય દ્રારા સંકલન સમિતિની બેઠકમાં થયો હતો. ગ્રાન્ટ ને લઇને જ તેમની સામે વિવાદ થયો હતો અને આખરે તેઓ સામે હવે ગ્રાન્ટ માંથી ઉચાપતની ફરિયાદ દર્જ થઇ છે. પરેશ જોશી, સંશોધન અધિકારી રોશની દશરથભાઇ પટેલ અને સિનીયર કોચ સૂરજીભાઇ કુબાભાઇ ડામોર મળીને ઉચાપત આચર્યાનુ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ફરીયાદનુસાર કોચ ડામોર દ્રારા ખાનગી બેંકમાં ખાતુ ખોલી ન શકાય એમ છતાં પણ તેઓએ ખાનગી બેંકમાં ખાતુ ખોલાવી દીધુ હતુ. આરબીએલ બેન્કમાં ખાતુ ખોલાવી સાંસદ ફંડ (MP Fund) અને રાષ્ટ્રીય પર્વ ઉજવણી ગ્રાન્ટ મળીને 97 લાખ રુપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. જે માટે આયોજન અધિકારી જોષી અને રોશની પટેલે સહીઓ કરીને ખાનગી બેંકમાં રકમ જમા કરી હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આરોપી અધીકારીઓએ ખોટી રીતે 97 લાખની મોટી રકમને ખાનગી બેન્કના ખાતામાંથી ઇલેકટ્રીકલ એજન્સી ના માલિકના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવાને લઇને તપાસ હાથ ધરાઇ છે. જે મુજબ પોલીસ તપાસમાં હજુ વધુ આરોપીઓના નામ સામે આવી શકે છે. આમ હવે પૈસાની રકમ કોની પાસે કેટલા પ્રમાણમાં ગઇ અને તે પૈસા કયા કયા બહાને ટ્રાન્સફર કરાયા તે વિગતો પણ બહાર આવશે.

Next Article