Sabarkantha: બાઈક ચોરીમાં ફીફટી ફટકારનાર ‘બાજ ગેંગ’ ઝબ્બે, LCBએ બાઈક ચોરીના 52 ભેદ ઉકેલ્યા

|

Feb 03, 2021 | 6:45 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) નજીક ઈડર સ્ટેટ હાઈવે પરથી એક બાઈકને રોકીને તેની પુછપરછ કરતા LCB પોલીસે બાઈક ચોરીનું રેકેટ ઝડપી પાડ્યુ હતુ.

Sabarkantha: બાઈક ચોરીમાં ફીફટી ફટકારનાર બાજ ગેંગ ઝબ્બે, LCBએ બાઈક ચોરીના 52 ભેદ ઉકેલ્યા

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar) નજીક ઈડર સ્ટેટ હાઈવે પરથી એક બાઈકને રોકીને તેની પુછપરછ કરતા LCB પોલીસે બાઈક ચોરીનું રેકેટ ઝડપી પાડ્યુ હતુ. LCBએ ઝડપેલી આ ગેંગ રાજસ્થાન (Rajasthan)ની છે અને બાજ ગેંગ (Baj Gang) તરીકે ઓળખવામાં આવે છે. બાજ ગેંગનાના સુત્રધાર સહિત ચાર આરોપીઓને ઝડપી લેતા 52 જેટલી બાઈકોની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

 

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરી (Bike Chori) જાણે કે સામાન્ય બની ગઈ હતી. મંદિર, મોલ કે શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરેલ બાઈક પળવારમાં જ ચોરી થઈ જવાની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હતી. પોલીસને તો જાણે કે બાઈક ચોર તસ્કરો હાથતાળી જ આપતા રહેતા હતાં. પરંતુ આ વખતે પોલીસે તેમને ઝડપી લેતા જ ગેંગના ચાર શખ્શો પોલીસને હાથ લાગ્યા છે. સાબરકાંઠા પોલીસને બાતમી મળતા એલસીબી પોલીસ ઈડર સ્ટેટ હાઈવે પર ધાણધા નજીક પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન ચોરીના બે બાઈકો એક સાથે જ પસાર થતી જોવા મળી હતી, બાતમી મુજબના વર્ણન ધરાવતી બાઈક અને ચાર શખ્શો જતા હોવાને લઈને તેમને અટકવા જતા પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમને ઝડપી લીધા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને પુછપરછ કરતા જ તેમની પાસેથી એક બે નહીં પરંતુ 50થી વધુ ચોરીની બાઈકોના ભેદ ઉકેલાયા હતા. પોલીસે પણ એક બાદ એક તેમની પાસે રાજસ્થાનમાં સંતાડેલી અને વેચાણ કરેલી 52 જેટલી બાઈકોને પરત મેળવી હતી. આ અંગે વાત કરતા એલસીબી પીઆઈ મહિપતસિંહ ચંપાવતે કહ્યુ હતુ કે, પીએસઆઈ જેપી રાવ અને તેમની ટીમે બાતમીના આધારે મળેલી સફળતાને લઈને બાઈકોને શોધી લવાયા હતા. 50થી વધુ બાઈક ચોરીનો ભેદ ખુલ્યો છે. આ ચીલ ઝડપ આવડત ધરાવતી ગેંગ ઝડપી લેવાતા બાઈક ચોરીના પ્રમાણને હાલ નિયંત્રીત કરી શકાશે.

 

ઝડપાયેલી ગેંગ ગુજરાત અને રાજસ્થાનમાં બાઝ ગેંગના નામે પ્રચલિત છે. આ ગેંગ પલકવારમાં જ બાઈકને ઉઠાવી જવામાં માસ્ટર માનવામાં આવે છે અને એટલે જ તેમને બાઝ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓછા સમયમાં જ રેકી કરીને બાઈકને પળવારમાં જ ગાયબ કરતી આ ગેંગ ખાસ કરીને મંદિર અને મોલ તેમજ શોપિંગ સેન્ટરોના પાર્કિગમાં જ તેમની નજર રહેતી હતી. લાગ જોઈને જ તેઓ બાઈકની ચોરી કરી લેતા હતા અને સીધા જ રાજસ્થાન બોર્ડર પાર કરી લેતા હતા.

 

આરોપીઓએ ગુજરાત તથા રાજસ્થાનના અલગ અલગ જિલ્લા-શહેર જેવા કે, સાબરકાંઠા,મહેસાણા, બનાસકાંઠા ઉપરાંત, ઉદયપુર, નાથદ્વારા, પીંડવાડા, સ્વરૂપગંજ, રોહીડા, અંબામાતા વગેરે વિસ્તારોમાંથી ચોરી કર્યા હતા. છેલ્લા કેટલાક સમય દરમ્યાન કુલ 52 મોટર સાયકલોની ચોરી કર્યાની કબુલાત કરેલ છે. ગેંગના મુખ્યસુત્રધાર શકિલ શેખ નામનો કોટડા છાવણીનો 27 વર્ષનો શખ્શ છે. પોલીસે હજુ પણ તેની ગેંગના અન્ય સભ્યોની પણ શોધખોળ હાથ ધરી છે.

 

પકડાયેલ આરોપીઓ

1. શકીલખાન રફીકખાન શેખ, ઉ.વ.27 વર્ષ રહે. કોટડા છાવણી તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન)
2. નરેશભાઈ ઉર્ફે નાથુભાઈ શંકરભાઈ મેઘવાલે, ઉ.વ.22 રહે.છીપાલા પોસ્ટ મોડી તા.ગોગુન્દા જી.ઉદેપુર (રાજસ્થાન)
3. ગોમારામ પનીયારામ બુંબડીયા, ઉ.વ.21 રહે.કુકા વાસ તા.કોટડા જિ.ઉદયપુર (રાજસ્થાન)
4. રમેશકુમાર બતાયાભાઈ નાગોતર, ઉ.વ.21 રહે.ઉપલી સુબરી પોસ્ટ કોટડા તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન)

 

આ પણ વાંચો: પાકિસ્તાને જાત બતાવી, પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના આરોપીને જેલની જગ્યાએ રેસ્ટ હાઉસમાં રાખશે

Next Article